કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બુધવારે જાહેર કરાયેલા તાજેતરના આંકડા અનુસાર, ભારતમાં કોરોના વાયરસના 1,134 નવા કેસ નોંધાયા છે, જ્યારે સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 7,026 થઈ ગઈ છે. સવારે આઠ વાગ્યે જારી કરાયેલા આંકડા મુજબ, સંક્રમણને કારણે પાંચ લોકોના મોત સાથે, મૃત્યુઆંક વધીને 5,30,813 થઈ ગયો છે.
ગુજરાતમાં કોરોના વાયરસના નવા 247 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 124 કેસ નોંધાયા છે. જ્યારે 98 દર્દીઓને રજા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મહેસાણામાં એક દર્દીનું મોત નીપજ્યું છે. ગઈકાલે ભરૂચના એક દર્દીનું કોરોનાને કારણે મોત નીપજ્યું હતું. કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી ગુજરાતીઓએ ફરીથી સાવધાન રહેવાની જરૂર છે અને જો કોઈપણ લક્ષણ દેખાય તો તાત્કાલિક તેની સારવાર કરાવવી જોઈએ.