દેશમાં કોના કાર્યકાળમાં સૌથી વધારે વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યું? કોના નામે નોંધાયો છે રેકોર્ડ?
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની કવાયત ચાલી રહી છે. હાલ ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ છે. જાણો કયા વડાપ્રધાનના કાર્યકાળમાં રાજ્યોમાં સૌથી વધારે વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું?


મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની કવાયત ચાલી રહી છે. હાલ ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ છે. જાણો કયા વડાપ્રધાનના કાર્યકાળમાં રાજ્યોમાં સૌથી વધારે વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું?


દેશમાં સૌથી વધારે વખત રાષ્ટ્રપતિ શાસન ઇન્દિરા ગાંધીના કાર્યકાળમાં લાગ્યું હતું. તેમના 11 વર્ષ 59 દિવસના કાર્યકાળમાં રાજ્યોમાં 50 વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું.


બીજા નંબર પર મોરારજી દેસાઈ આવે છે. તેમના બે વર્ષ અને 126 દિવસના કાર્યકાળમાં રાજ્યોમાં 16 વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું.


ત્રીજા નંબર પર મનમોહન સિંઘ આવે છે. તેમના 10 વર્ષ અને ચાર દિવસના કાર્યકાળમાં 12 વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું.


ચોથા નંબર પર પી.વી.નરસિમ્હા રાવ આવે છે. તેમના કાર્યકાળમાં 11 વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું.


જવાહરલાલ નેહરુના કાર્યકાળમાં કુલ આઠ વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું. તેમનો કાર્યકાળ સૌથી વધારે 16 વર્ષ અને 286 દિવસનો હતો.


ચંદ્ર શેખરનો વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ 232 દિવસનો રહ્યો હતો. આ દરમિયાન પાંચ વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું.