Online Studyની માથાકુટ! બાળકોના અભ્યાસ માટે માતાએ મંગળસૂત્ર ગિરવી રાખીને ખરીદ્યું TV
દુરદર્શન જોઈને બાળકો ભણે છે. અમારી પાસે ટીવી ન હતું. બાળકોને બીજાના ઘરે જતા હતા.- Children learn by watching television. We didn't have a TV. The children were going to someone else's house.


કોરોના વાયરસ (coronavirus) લોકડાઉનના (lockdown) કારણે દેશભરમાં સ્કૂલ અને કોલેજ અનેક મહિનાઓથી બંધ છે. આવી સ્થિતિમાં બાળકોનો અભ્યાસ ટીવી અને ઓનલાઈન ક્લાસના (online class) માધ્યમથી થઈ રહ્યો છે. ગરીબ હોવાના કારણે એક મહિલાએ પોતાના બાળકોના અભ્યાસ માટે ટીવી (tv) ઉપલબ્ધ નહીં કરાવી શક્યા બાદ જે કર્યું એ જાણીને તમે માતાને સલામ કરશો. ગરીબ માતાએ (Poor mother) બાળકોના અભ્યાસ માટે પોતાના સુહાગની નિશાની એવી મંગળસૂત્ર સુદ્ધા ગિરવી રાખ્યું હતું. મંગળસૂત્ર (Mangalsutra) ગિરવી રાખ્યા બાદ તેનાથી મળેલા પૈસાથી મહિલાએ ટીવી સેટ ખરીદ્યો હતો.


આ ઘટના કર્ણાટકના ગડગ જિલ્લાની છે. ગડગના નાગાનુર ગામમાં રહેનારી કસ્તૂરી ચલવદીએ પોતાના ચાર બાળકોના અભ્યાસ માટે 12 ગ્રામ સોનાનું મંગળસૂત્રને એક ટેલિવીઝન સેટ ખરીદવા માટે ગિરવી રાખ્યું હતું. તેમે આવું એટલા માટે કહ્યું જેથી કરીને તેના બાળકો દુરદર્શન ઉપર પ્રસારિત થનારા ક્લાસ જોઈને ભણી શકે. આ વાતની જાણ તહસીલદારને થઈ તો તેમણે તપાસ માટે અધિકારીઓને ગામમાં મોકલ્યા હતા.


આ મામલો વધતો જોઈને જે વ્યક્તિએ પૈસા ઉધાર આપવા માટે મંગળસૂત્ર ગિરવી લીધું હતું તે મંગળસૂત્ર પરત કરવા માટે તૈયાર થયો હતો. તેમણે પરિવારને કહ્યું કે જ્યારે પણ તે પૈસા પરત કરવા માટે સક્ષમ હોય ત્યારે તે પાછા આપે. (પ્રતિકાત્મક તસવીર)


કસ્તૂરી ચલવદીએ કહ્યું કે દુરદર્શન જોઈને બાળકો ભણે છે. અમારી પાસે ટીવી ન હતું. બાળકોને બીજાના ઘરે જતા હતા. શિક્ષકોએ કહ્યું કે ટીવી જુઓ. બાળકોનું ભવિષ્ય દાવ ઉપર લાગ્યું હતું. કોઈએ ઉધાર પૈસા આપ્યા નહીં તો મેં વિચાર્યું કે મંગળસૂત્ર ગિરવી રાખીને ટીવી લાવીશ. (પ્રતિકાત્મક તસવીર)


મહિલાનો પતિ મુત્તપ્પા મજૂરી કરે છે. કોરોનાના કારણે તેને મજૂરી લાયક કોઈ કામ મળી રહ્યું નથી. તેમના બાળકો ધોરણ 7 અને 8માં અભ્યાસ કરી રહ્યા છે. તેઓ અભ્યાસ નથી કરી રહ્યા. તેમની મોટી પુત્રીના લગ્ન થઈ ચૂક્યા છે. (પ્રતિકાત્મક તસવીર)