કઝાકિસ્તાનમાં એક પોલીસકર્મીએ તેવું અદ્ઘભૂત શૌર્યપ્રદર્શન અને ફરજપરસ્તી કરી છે કે હાલ બધા જ તેની વાહવાઇ કરી રહ્યા છે. પોલીસકર્મીએ પીડોફાઇલ (બાળકો પર રેપ કરનાર)નો પીછો કરી રહી હતી અને તે દરમિયાન તે 13માં માળાથી કૂદી ગયો (Policemen Jumped From Thirteen Floor). આ સંદિગ્ધ પીડોફાઇલ (Paedophile)ને પકડવા માટે આટલા ઊંચાઇથી કૂદકો લગાવવા માટે આ નીડર પોલીસકર્મીને બહાદૂરી સન્માનથી સન્માનિત કરવામાં આવ્યો. (Police Award).
36 વર્ષીય બકીત્ઝાન બકરોવ 6 બાળકોનો પિતા અને કઝાકિસ્તાનના ઉલ્માટી શહેરનો એક પોલીસકર્મી છે. બકરોવ હમલાવરને પકડવા માટે તેને પોતાના જીવને જોખમમાં મૂકીને ફરજ બજાવી અને તે પીડોફાઇલનો પીછો કરતા 13માં માળેથી કૂદી ગયો. નીચે પડવાના કારણે તેના પગ તૂટી ગયા પણ તેમ છતાં તે જ્યાં સુધી બીજા પોલીસકર્મી ના આવ્યા તેણે અપરાધીને પકડી રાખ્યો.
આરોપી પીડોફાઇલનું નામ સીટીજન શ છે. જેના પર ઘરમાં ઘૂસીને તોડફોડ કરીને 13 લાખ રૂપિયા ચોરાવવા અને તે પછી 15 વર્ષની બાળકી પર બળાત્કાર અને તેના ચાર વર્ષના ભાઇને ધમકાવવાનો આરોપ છે. કઝાકિસ્તાનમાં જો કોઇ આરોપી બળાત્કારનો દોષી સાબિત થાય છે તો કડક નિયમો હેઠળ તેને રાસાયણિક રીતે ખસીકરણ (castration) એટલે કે લિંગવિચ્છેદન કરવામાં આવે છે.
કજાકિસ્તાનમાં બાળકોનો રેપ કરનારનું ખસીકરણ કરવાનું કામ કરતા 68 વર્ષની નર્સ જોયા માનેનો દાવો છે કે પશ્ચિમી દેશોમાં પૂર્વ સોવિયત રાજ્યના આ કાનૂનનું પાલન થવું જોઇએ. જોયા માનેનું કહેવું છે કે બાળ યૌનના હુમલાખોરોની અંતિમ સજા તેમનું લિંગવિચ્છેદન હોવું જોઇએ. જોયા માને 35 વર્ષ પહેલાથી સેવિયત જેલમાં આ કામ કરી રહી છે. તે આ કેદીઓને રાસાયણિક રીતે લિંગવિચ્છેદન કરે છે. અને આ માટે તેમના નિતંબમાં ઇન્જેક્શન આપવું પડે છે.
કઝાકિસ્તાનના કાનૂન મુજબ પીડોફાઇલના દોષીઓને આમ કર્યા પછી તેમની યોન ઇચ્છાઓ જીવનભર માટે સમાપ્ત થઇ જાય છે. જોયાએ આ પહેલા વિદેશી મીડિયામાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે પીડોફાઇલ લોકો બાળકોની સાથે ભયાનક અપરાધ કરે છે. આ માટે તેમનું ખસીકરણ કરવું તે જ યોગ્ય ઉપાય છે અને તેવું કરવાની અનુમતિ બધે જ હોવી જોઇએ. જોયાને બે દીકરીઓ અને ત્રણ પુત્રો છે. જે રશિયામાં રહે છે. તે જલ્દી જ એક નવા પીડોફાઇલ ઇજેક્શન લાવવા પર કામ કરી રહી છે. તેનું કહેવું છે કે આ કરવાથી તેની કોઇ પ્રકારનો નૈતિક દબાણ કે હિંચક નથી થતી.