દારૂ ઘૂસાડવાના બૂટલેગરોના નવા પ્લાન ઉપર પોલીસે ફેરવ્યું પાણી, દૂધના ટેન્કરમાંથી 135 પેટી વિદેશી દારુ પકડાયો
પોલીસે એક દૂધના ટેન્કરને રોક્યું હતું. જે દેખાવથી અલગ લાગી રહ્યું હતું. દેખાવમાં દૂધનું ટેન્કર લાગી રહ્યું હતું. પરંતુ પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે ટેન્કરમાંથી મોટી માત્રામાં દારૂ મળ્યો હતો.


ચંદોલીઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) અને બિહાર (Bihar) બોર્ડર ઉપર પોલીસ ચેકિંગ દરમિયાન ગેરકાયદે દારૂ ઘૂસાડવાનો પર્દાફાશ થયો છે. પોલીસે મોટી માત્રામાં દારૂની ખેપ પકડી પાડી હતી. પોલીસે દૂધના ટેન્કરમાં (Milk tanker) સંતાડીને બોર્ડર પાર લઈ જવાતો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. પોલીસે બૂટલેગરોના પ્લાન (Bootleggers) ઉપર પાણી ફેરવી દીધું હતું. પોલીસે ટેન્કરમાંથી 12 લાખ રૂપિયાનો દારૂ જપ્ત કર્યો હતો. સાથે જ પાંચ બૂટલેગરોની પણ ધરપકડ કરી હતી.


અત્યારે બિહારમાં વિધાનસભાની ચૂંટણી (Bihar Election 2020) ચાલી રહી છે. આવી સ્થિતિમાં બૂટલેગરો પણ સક્રિય થયા છે. દારૂબંધીના કારણે બીજા પ્રદેશમાં ચૂંટણી માટે દારૂ પહોંચાડવામાં આવી રહ્યો છે. બોર્ડર ઉપર પોલીસ સતર્ક થઈ ગઈ છે. જેના પગલે પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. ચંદૌલી નૌબતપુરના ઉત્તર પ્રદેશ અને બિહાર બોર્ડર ઉપર પોલીસ દ્વારા ચેકિંગ હાથ કરવામાં આવ્યું હતું.


આ દરમિયાન પોલીસે એક દૂધના ટેન્કરને રોક્યું હતું. જે દેખાવથી અલગ લાગી રહ્યું હતું. દેખાવમાં દૂધનું ટેન્કર લાગી રહ્યું હતું. પરંતુ પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે ટેન્કરમાંથી મોટી માત્રામાં દારૂ મળ્યો હતો. પોલીને ચકમો આપીને દારૂની તસ્કરની કરવાનો પ્લાન હતો. જેના માટે દૂધના ટેન્કરનો ઉપયોગ કર્યો હતો.


એટલું જ નહીં આ ટેન્કરની આગળ એક કાર ચાલતી હતી. જેમાં સવાર ત્રણ બૂટલેગરો ટેન્કરને એક્સોર્ટ કરી રહ્યા હતા. પોલીસે આ કન્ટેનરને વિદેશી દારૂની 135 પેટી દારૂ જપ્ત કર્યો હતો જેની કિંમત આશરે 12 લાખ રૂપિયા ગણવામાં આવે છે. પોલીસે આ મામલે પાંચ બૂટલેગરોની પણ ધરપકડ કરી હતી.