World's longest Atal Tunnel- વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિમાચલપ્રદેશનાં રોહતાંગમાં 10,040 ફૂટની ઊંચાઇ પર આવેલી દુનિયાની સૌથી લાંબી ટનલનું આજે ઉદ્ધાટન કરવાનાં છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇનાં નામ પર આ ટનલને બનાવવામાં આવી છે. અટલ ટનલ દ્વારા ભારતીય સેના ભારત ચીન સીમા પર જલ્દી પહોંચી શકશે. આ ટનલનાં રસ્તે લોકો મનાલીથી કેલાંગ માત્ર દોઢ કલાકમાં પહોંચી શકશે. હાલ આ અંતર કાપવામાં પાંચથી છ કલાક લાગે છે.
આ ટનલ અંદાજે 9 કિલોમીટર લાંબી છે. આ ટનલ 10 હજાર ફૂટની ઉંચાઇ પર છે. તેનાથી લેહ-મનાલીનું અંતર 46 કિલોમીટર ઓછું થાય છે. સુરંગમાં દર 150 મીટર પર ટેલિફોન, દર 60 મીટર પર ફાયર હાઇડ્રેંટ અને દર 500 મીટર પર ઇમરજન્સી એક્ઝિટ લાગેલું છે. દર 2.2 કિલોમીટર બાદ સુરંગમાં યુ-ટર્ન અને દર 250 મીટર પર CCTV કેમેરા લાગેલા છે.
દર 1 કિલોમીટર પર એર ક્વાલિટી ચેક થશે. સુરંગનું અંતર 10 મિનિટમાં પૂરું થઇ જશે. સુરંગ સુધી પહોંચવા માટે સ્નો ગેલેરી હશે. BROની દેખરેખમાં ઓસ્ટ્રિયા અને ભારતની જોઇન્ટ વેન્ચર સ્ટ્રોબેગ-એફકોન કંપનીએ અટલ ટનલનું નિર્માણ કર્યું. ટનલના ખુલવા પર બરફવર્ષાના લીધે વર્ષના 6 મહિના સુધી દુનિયાથી કપાઇને રહેતા જનજાતીય જિલ્લા લાહોલ સ્પીતિ દેશ-પ્રદેશથી આખું વર્ષ જોડાયેલ રહેશે.