પીએમ મોદી અમેરિકા પહોંચ્યાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) રાષ્ર્એપતિ જો બાઇડનના (Joe Biden) આમંત્રણ પર ક્વાડ નેતાઓના પહેલા વ્યક્તિગત સંમેલનનામાં ભાગ લેવા માટે અમેરિકા ગયા હતા. 22 સપ્ટેમ્બરે જ્યારે વડાપ્રધાન અમેરિકા પહોંચ્યા તો ભારતીય અમેરિકનોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું. એરપોર્ટ પર બાઇડન પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ અને અમેરિકામાં ભારતના રાજદૂત તરણજીત સિંહ સંધુએ પીએમ મોદીની આગેવાની કરી. (તસવીર- PMO Twitter)
પીએમ મોદીની અમેરિકાની ઉપ-રાષ્ટ્રપ્રમુખ કમલા હૈરિસ સાથે મુલાકાતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્હાઇટ હાઉસમાં (White House) ઉપ-રાષ્ટ્રપ્રમુખ કમલા હૈરિસ (Kamala Harris) સાથે મુલાકાત કરી. આ દરમિયાન મોદીએ ભારત અને અમેરિકાને સ્વાભાવિક પાટીદાર ગણાવ્યા. તેમણે ભારત-અમેરીકા વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાનો પણ નિર્ણય લીધો અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી. (તસવીર- PMO Twitter)
PM મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન સાથે મુલાકાત કરીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 સપ્ટેમ્બરે પહેલી દ્વીપક્ષીય બેઠક માટે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન (Joe Biden) સાથે મુલાકાત કરી. આ દરમિયાન બંને નેતાઓએ કોવિડ-19નો મુકાબલો કરવા, જળવાયુ પરિવર્તન અને આર્થિક સહયોગ સહિત અનેક પ્રાથમિકતાવાળા મુદ્દાઓ પર ચર્ચા કરી. વર્ષ 2014માં કાર્યભાર ગ્રહણ કર્યા બાદ સાતમી વાર અમેરિકાની યાત્રા કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાઇડનની સાથે શુક્રવારે દ્વીપક્ષીય શિખર મંત્રણાને અગત્યની ગણાવી. (તસવીર- PMO Twitter)
વ્હાઇટ હાઉસમાં ક્વાડ લીડર્સ મીટઃ ક્વાડ દેશોના નેતાઓ- અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાને 24 સપ્ટેમ્બરની સાંજે મુલાકાત કરી અને હિન્દ-પ્રશાંત અને દુનિયાની શાંતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે મળીને કામ કરવાનો સંકલ્પ લીધો. રાષ્ટ્રપ્રમુખ બાઇડનના નિમંત્રણ પર વડાપ્રધાન મોદી અને તેમના સમકક્ષ ઓસ્ટ્રેલિયાના સ્કોટ મોરિસન અને જાપાનથી યોશીહિદે સુગા વ્હાઇટ હાઉસમાં પહેલીવાર વ્યક્તિગત રીતે ક્વાડ શિખર સંમેલન માટે વોશિંગટન પહોંચ્યા હતા. (તસવીર- AP)