વડાપ્રધાન નરેન્દ્રર મોદીએ અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરનું ભૂમિપૂજન કર્યા બાદ શ્રીરામ જન્મભૂમિ પરિસરમાં પારિજાતનું વૃક્ષ પણ પણ રોપ્યુ છે. હિંદુ ધર્મ પ્રમાણે આ વૃક્ષનું ઘણું જ મહત્વ છે. આને પવિત્ર વૃક્ષ માનવામાં આવે છે. આ વૃક્ષના ફૂલનું ભગવાનની આરાધનામાં ઘણુ મહત્વ છે. પારિજાતને હરસિંગાર પણ કહેવામાં આવે છે. આપણે અનેક કવિતાઓમાં આ ફૂલની પ્રસંશા સાંભળી છે. આ ફૂલને પ્રાજક્તા, પારિજાત, હરસિંગાર, શેફાલિકા, શેફાલી, શિઉલી પણ કહેવામાં આવે છે. આ ફૂલને ઉર્દુમાં ગુલઝાફરી કહેવમાં આવે છે.
પારિજાતનું ઝાડ ખૂબ જ સુંદર હોય છે. પારિજાતના ફૂલ ભગવાનના શ્રીહરિના શ્રૃંગાર અને પૂજનમાં વાપરવામાં આવે છે, આની સુગંધ ખૂબ જ મનમોહક હોય છે. તેને કારણે આ સુગંધિત પુષ્પને હરસિંગારના નામે પણ ઓળખવામાં આવે છે. પારિજાતના ઝાડની ઉંચાઇ 10થી 25 ફૂટ સુધી હોય છે. આ ઝાડની ખાસિયત એ છે કે, આમાં ફૂલ ખૂબ જ વધારે માત્રામાં ઉગે છે. એક દિવસમાં કેટલા પણ ફૂલ તોડી લો, બીજા દિવસે ફરી આમાં મોટી સંખ્યામાં ફૂલો ખીલી ઉઠે છે. આ ઝાડ ખાસ કરીને મધ્ય ભારત અને હિમાલયની નીચલી તળેટીઓમાં વધારે ઉગે છે. આ ફૂલ રાતે ખીલે છે અને સવાર થતાં જ બધાં ફૂલ ખરી પડે છે.
પારિજાતના ફૂલ પશ્ચિમ બંગાળનું રાજકીય ફૂલ છે. દુનિયાભરમાં આની ફક્ત 5 પ્રજાતિયો જોવા મળે છે. કહેવામાં આવે છે કે, ધનની દેવી લક્ષ્મીને પારિજાતનાં ફૂલો ઘણા જ પ્રિય છે. પૂજા-પાઠ દરમિયાન મા લક્ષ્મીને આ ફૂલ ચઢાવવાથી તેઓ પ્રસન્ન થાય છે. ખાસ વાત એ છે કે પૂજા-પાઠમાં પારિજાતના એ જ ફૂલો ઉપયોગમાં લેવા જોઇએ જે વૃક્ષથી તૂટીને પડ્યા હોય. પૂજા માટે આ વૃષના ફૂલ તોડવા સંપૂર્ણ રીતે નિષેધ છે. એક માન્યતા એ પણ છે કે 14 વર્ષનાં વનવાસ દરમિયાન માતા સીતા હરસિંગારનાં ફૂલોથી જ શ્રૃંગાર કરતા હતા. (પીએમ મોદી અયોધ્યામાં)
બારાબંકી જિલ્લાના પારિજાતનું વૃક્ષ મહાભારત સમયનું માનવામાં આવે છે જે લગભગ 45 ફૂટ ઊંચુ છે. માન્યતા છે કે, પારિજાત વૃક્ષની ઉત્પત્તિ સમુદ્ર મંથનમાંથી થઈ હતી જેને ઇન્દ્રએ પોતાની વાટિકામાં લગાવ્યું હતુ. અજ્ઞાતવાસ દરમિયાન માતા કુંતીએ પારિજાત પુષ્પથી શિવ પૂજા કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. માતાની ઇચ્છા પૂર્ણ કરવા માટે અર્જુને સ્વર્ગથી આ વૃક્ષને લઇને અહીં સ્થાપિત કરી દીધું. ત્યારથી આ વૃક્ષની પૂજા-અર્ચના કરવામાં આવે છે.<br />(પીએમ મોદી અયોધ્યામાં)