વડાપ્રધાન મોદીની અમેરિકા યાત્રા (PM Narendra Modi in US)સાથે તેમના ખાસ વિમાન એર ઇન્ડિયા વનની (PM Modi new planes Air India One)પણ ચર્ચા છે. એર ઇન્ડિયા વનના (planes Air India One)માધ્યમથી વડાપ્રધાન મોદીની આ સૌથી લાંબી યાત્રા છે. આ પહેલા તેઓ ચાલુ વર્ષે માર્ચમાં આ જ વિમાન દ્વારા બાંગ્લાદેશ ગયા હતા. આ વિમાનની કિંમત અંગે ઘણી વાતો થઈ છે. પરંતુ હવે એર ઇન્ડિયા વને (Air India One)ખરા અર્થમાં પોતાની તાકાત પુરવાર કરી છે.
આ વિમાન શા માટે છે ખાસ? - આ બોઇંગ 777 મોડેલનું વિમાન છે. જે ગયા વર્ષે ઓક્ટોબરમાં ભારતને ડિલિવરી કરાયું હતું. ભારતે અમેરિકાની બોઇંગ કંપની પાસેથી આવા બે વિમાન ખરીદ્યા છે. આ બે એન્જિન ધરાવતું વિમાન છે અને એક વખત ઇંધણ ભર્યા બાદ 17 કલાક સુધી ઉડી શકે છે. તેનું એન્જિન GE 90 સૌથી શક્તિશાળી એન્જિન છે. આ વિમાન અંદરની તરફથી અદભુત છે. બહારના ભાગે એક તરફ હિન્દીમાં ભારત અને બીજી તરફ ઇન્ડિયા લખેલું છે. વિમાનમાં અશોકચિહ્ન અંકિત છે. આ VVIP વિમાનનો ઉપયોગ વડા પ્રધાન ઉપરાંત રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પણ કરી શકે છે. વિમાનમાં કોન્ફરન્સ રૂમ, બેડરૂમ, VVIP પેસેન્જર રૂમ, મેડિકલ સેન્ટર સહિતનું છે. આ વિમાનનું સંચાલન હાલમાં એર ઇન્ડિયા અને ભારતીય વાયુસેનાના પાઇલટ્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
જડબેસલાક સુરક્ષા- કટોકટીની સ્થિતિમાં આ વિમાનમાં હવામાં ઈંધણ ભરી શકાય છે. તેમાં સુરક્ષા અને સંદેશાવ્યવહારની અનન્ય તકનીક છે. તેમાં રહેલી સિસ્ટમ્સ વિમાનને હુમલાથી બચાવે છે. આ સાથે તે પોતાની તરફ આવતી મિસાઇલની દિશા પણ બદલી નાખે છે. વિમાન મિસાઇલ સિસ્ટમથી સજ્જ હોવાથી તેના દ્વારા હુમલો પણ કરી શકાય છે. આ વિમાન ઉડાન ભરતી વખતે દુશ્મનના રડારને પણ જામ કરી શકે છે.