પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી સિદ્ધારુઢ સ્વામીજી સ્ટેશન પર વિશ્વના સૌથી લાંબા પ્લેટફોર્મનું ઉદ્ઘાટન કર્યું છે. જે સૌથી લાંબા રેલવે પ્લેટફોર્મ માટે ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલ છે. પીટીઆઈ ન્યૂઝ એજન્સી અનુસાર, હુબલી સ્ટેશનનું નિર્માણ 20 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સાથે યાર્ડ રિમોડેલિંગનું કામ ફેબ્રુઆરી 2021માં શ્રી સિદ્ધરુઢ સ્વામીજી હુબલી સ્ટેશન પર સફળતાપૂર્વક શરૂ કરવામાં આવ્યું હતું. (Image: Twitter/mansukhmandviya)
શ્રી સિદ્ધારુઢ સ્વામીજી રેલવે સ્ટેશન એ કર્ણાટકના હુબલ્લીનું મહત્વનું જંક્શન છે. હુબલી ઉત્તર કર્ણાટક પ્રદેશમાં વેપાર અને વાણિજ્યનું મુખ્ય કેન્દ્ર છે. સ્ટેશન બેંગ્લોર (દાવણગેરે તરફ), હોસ્પેટ (ગદગ તરફ) અને વાસ્કો-દ-ગામા/બેલાગવી (લોંડા તરફ) તરફની રેલવે લાઇનને જોડતા જંક્શન પર આવેલું છે. (Image: Twitter/mansukhmandviya)
પીએમ મોદીએ અહીં એક કાર્યક્રમમાં પ્રદેશમાં કનેક્ટિવિટી વધારવા માટે હોસાપેટે-હુબલ્લી-તિનાઇઘાટ સેક્શન અને અપગ્રેડેડ હોસાપેટે સ્ટેશનનું વિદ્યુતીકરણ પણ રાષ્ટ્રને સમર્પિત કર્યું. અધમકિરારીઓએ જણાવ્યું કે 530 કરોડથી વધુના ખર્ચે વિકસિત, વિદ્યુતીકરણ પ્રોજેક્ટ ઇલેક્ટ્રિક ટ્રેક્શન પર અવિરત ટ્રેન સંચાલનની કામગીરી પૂરી પાડે છે. પુનર્વિકાસિત હોસાપેટે સ્ટેશન મુસાફરોને અનુકૂળ અને આધુનિક સુવિધાઓ પ્રદાન કરશે. સ્ટેશનને હમ્પીના સ્મારકો જેવું જ ડિઝાઇન કરવામાં આવ્યું છે. (Image: Twitter/mansukhmandviya)
આ દરમિયાન ભારતીય રેલવેએ રૂ. 519 કરોડના ખર્ચે હોસ્પેટ-હુબલ્લી-તિનાઇઘાટ રેલવે લાઇન (245 આરકેએમ)નું વીજળીકરણ પણ પૂર્ણ કર્યું છે. આ માર્ગ વિજયનગર, કોપ્પલ, ગદગ, ધારવાડ, ઉત્તરા કન્નડ અને બેલગાવી જિલ્લામાંથી પસાર થાય છે. તે સ્ટીલ પ્લાન્ટ અને થર્મલ પાવર પ્લાન્ટને મોર્મુગાઓ પોર્ટ સાથે જોડતો કર્ણાટકનો કોલસાનો મુખ્ય માર્ગ છે. ડબલ-લાઇન ટ્રેકનું ઇલેક્ટ્રિફિકેશન રૂટને કાર્બન ન્યુટ્રલ બનાવશે, પરિણામે શૂન્ય પ્રદૂષણ થશે. (Image: Twitter/mansukhmandviya)
બીજેપીના જણાવ્યા અનુસાર, વિસરાયેલા વિજયનગર સામ્રાજ્યને દર્શાવવા માટે હોસાપેટે રેલવે સ્ટેશનનો પુનઃવિકાસ કરવામાં આવી રહ્યો છે. વિજયનગર સામ્રાજ્ય, જેને કર્ણાટિક સામ્રાજ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે, તેણે મોટાભાગના દક્ષિણ ભારતમાં શાસન કર્યું. તેમાં કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ, ગોવા, તેલંગાણા અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોનો પણ સમાવેશ થાય છે. સામ્રાજ્યની સ્થાપના 1336 માં સંગમ વંશના ભાઈઓ હરિહર પ્રતમ અને બુક્કા રાય પ્રથમ દ્વારા કરવામાં આવી હતી. જેઓ યાદવ વંશનો દાવો કરતા પશુપાલન સમુદાયના સભ્યો હતા. (Image: Twitter/mansukhmandviya)