રામ મંદિર ભૂમિ પૂજન કરાવનાર આચાર્ય દુર્ગા ગૌતમે એક ખાનગી ચેનલ સાથે વાત કરતા બતાવ્યું કે સીએમ યોગી, મોહન ભાગવત, આનંદી બેન પટેલે એક-એક સોનાનો સિક્કો ભૂમિ પૂજન માટે ત્યાં રાખ્યો હતો. આચાર્ય દુર્ગા ગૌતમે જણાવ્યું કે પીએમ મોદીએ ભૂમિ પૂજન સમયે ચાંદીનો કુંભ કળશ આપ્યો હતો. તેમણે રામલલાને કુંભ કળશ ભેટ કર્યો હતો. પ્રધાનમંત્રીએ પૂજા સ્થળ પર માથું ઝુકાવ્યું અને ત્યાંની માટી પોતાના માથા પર લગાવી હતી.
ભૂમિ પૂજન કરાવનાર પંડિત આચાર્ય દુર્ગા ગૌતમે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીને પૂજાના વિષયની જાણકારી છે. જેથી તે ઇશારાને સમજી જાય છે. મોદી ઘણા જાણકાર છે, તેમની ઘણી જાણકારી છે. જેથી હળવા ઇશારો કરવા પર સારી રીતે સમજી જાય છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી ઘણા લોકપ્રિય છે. રામજી માટે તેમણે ઘણું તપ કર્યું છે. તેમને મોટું સૌભાગ્ય મળ્યું છે. તે પણ ઘણા ગદગદ હતા.