આઝાદીનો પ્રથમ ઉત્સવ : આવા અંદાજમાં લોકો જશ્ન મનાવવા દિલ્હી પહોંચ્યાં હતાં
15 ઓગસ્ટ, 1947 એ તારીખ છે જ્યારે ભારત દેશ 200 વર્ષ બાદ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો. એ દિવસે આખો દેશ જશ્નમાં ડૂબી ગયો હતો. ઉત્તરથી લઈને દક્ષિણ અને પૂર્વથી લઈને પશ્ચિમ સુધી લોકો રસ્તા પર ઉત્સવ મનાવતા નજરે પડ્યા હતા.
1/ 10


200 વર્ષની ગુલામી કરીને 15મી ઓગસ્ટે દેશ આઝાદ થયો. આઝાદીની લડાઈમાં અનેક લોકોએ પોતાનું લોહી રેડ્યું હતું. અંગ્રેજો સામે લડતાં લડતાં દેશના અનેક વીર સપૂતો શહીદ થયા. 15મી ઓગસ્ટની સવાર તમામ લોકો માટે આશાનું એક નવું કિરણ લઈને આવી હતી. આખો દેશ ઉત્સવ મનાવવામાં ડૂબી ગયો હતો. પૂર્વથી લઈને પશ્ચિમ અને ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. તસવીરોમાં જુઓ કેવી રીતે મનાવવામાં આવ્યો હતો આઝાદીનો પ્રથમ ઉત્સવ.