જયપુર (Jaipur)માં દર રોજ 100 મહિલાઓ 1000 દીવા તૈયાર કરી રહ્યા છે. દિવાળી (Diwali 2020) આવી રહી છે. અને આ સમયે લોકો તૈયારીમાં જોડાયા છે. માર્કેટ અને દુકાનોમાં દિવાળી માટે કરીને અનેક ઉત્પાદનો મળી રહ્યા છે. ત્યારે આ સમયે ગાયના છાણમાંથી બનેલા દીવા પણ માર્કેટમાં આવ્યા છે. (Cow Dung). જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વળી ગાયની છાણના આ દીવાની ડિમાન્ડ પણ વધી છે. જેથી અનેક મહિલાઓ આ ગોબરના બનાવેલા દીવા બનાવવાના કામમાં જોડાઇ છે. કહેવાય છે કે આ દીવા ઇકો ફ્રેન્ડલી છે. અને તે પર્યાવરણને નુક્શાન નથી પહોંચાડતા. તે માટીમાં સરળતાથી મળી જાય છે. અને માટીને ખાતર પણ આપે છે.
જાણકારી મુજબ રાજસ્થાનમાં આ વખતે ગાયની છાણમાંથી બનેલા દીવાની માંગ વધી છે. જયપુરની મહિલાઓ અહીં આ રીતના દીવા બનાવી રહી છે. દર રોજ 100 જેટલી મહિલાઓ 1000 જેટલા દીવા તૈયાર કરે છે. એક મહિલાએ કહ્યું કે આજકાલ ચીની આઇટમનો દીવાળીમાં માંગ વધી છે. જેનાથી વાતાવરણમાં પ્રદૂષણ પણ વધ્યું છે. તેની સામે આ દીવા છે તે સરળતાથી માટીમાં ભળી જાય છે.
ત્યારે ગૌશાળાઓએ દીવાળીમાં છાણમાંથી દીવા અને અન્ય વસ્તુઓ બનાવવા માટે નવા પ્રયાસો શરૂ કર્યા છે. ગાયને શાસ્ત્રોમાં કામધેનુ માનવામાં આવે છે. વધુમાં અહીં મહિલાઓને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે જેથી તે દીવા અને મૂર્તીઓનું અન્ય કામ કરી શકે. અને પોતાને સ્વનિર્ભર કરી શકે. વધુમાં અન્ય શહેરોની ગૌશાળાઓને પણ આમાં જોડવામાં આવી રહી છે. અને લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે ચીની વસ્તુઓનો બહિષ્કાર કરીને સ્વદેશી અપનાવે.