કેરળ (Kerala)માં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. એવામાં તમામ રાજકીય પાર્ટીઓ કેરળમાં પોતાની જીત સુનિશ્ચિત કરવા માટે પ્રયત્નશીલ બની ગઈ છે. કેરળના વાયનાડના સાંસદ અને કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ પણ બુધવારે કેરળનો પ્રવાસ કર્યો. તેઓએ કેરળના કોલ્લમમાં જાહેરસભા સંબોધી. ત્યારબાદ તેઓએ માછીમારો (Fishermen) સાથે મુલાકાત કરી અને તેમના જીવનને નજીકથી જોયું. (Photo: ANI)