નવીન મેહર, ધારઃ મધ્ય પ્રદેશના ધાર જિલ્લા (Dhar District)માં સતત પડી રહેલા વરસાદને કારણે નદીનો તોફાની બની છે. તેમ છતાંય લોકો બેદરકારીનું પ્રદર્શન કરતાં જોવા મળી રહ્યા છે. અનેક પ્રસંગે આવા પ્રકારની બેદરકારી જીવ જોખમમાં મૂકી દે છે. સતત પડી રહેલા વરસાદમાં લોકો સેલ્ફી લેવાનું અને જોખમી પાણીમાં ઉતરવાની ભૂલ કરી બેસતાં હોય છે. આવું જ દૃશ્ય ધાર જિલ્લાના ઢાલ પંચાયતના જોગીબયડા ઝરણાની પાસે જોવા મળ્યું. રવિવારે ઈન્દોર, પીથમપરુથી લોકો અહીં પિકનિકની મજા માણવા પહોંચ્યા હતા. (Photo: News18)