અંબાણી પરિવારમાં ફરી લગ્ન સમારોહ યોજાયો હતો, જેમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર આકાશના લગ્ન યોજાયા, ત્યારબાદ રવિવારે તેઓએ મુંબઇ સ્થિત તમેના ઘરે ભવ્ય રિસેપ્શનનું આયોજન કર્યું હતું. આકાશ અંબાણીનાં રિસેપ્શનમાં બોલિવૂડ સ્ટાર્સની જેમ ક્રિકેટર્સ પણ ખાસ મહેમાન હતાં. આકાશના રિસેપ્શનમાં જાણીતી અભિનેત્રી જુહી ચાવલા પણ ઉપસ્થિત રહી હતી. બોલીવૂડના જાણીતા મ્યૂઝિક કંપોઝર અનુ મલિત પરિવાર સાથે ઉપસ્થિત રહ્યાં હતા. અંબાણી પરિવારના મુંબઇ સ્થિત ઘરે આકાશ અંબાણીના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.