કોરોના વાયરસના (Corona virus)ના કારણે ગત પાંચ મહિનાથી બંધ પડેલી દિલ્હી અને નોયડા મેટ્રો હવે ખુલી ગઇ છે. નવા નિયમો સાથે મેટ્રોને ફરી શરૂ કરવામાં આવી છે. ત્યારે લાંબા સમય પછી ખોલવામાં આવેલી મેટ્રો નવા નિયમો સાથે લોકોની અવર જવર શરૂ કરવામાં આવી હતી. સોમવારે સવારે સાત વાગે દિલ્હીના અનેક જાણીતા મેટ્રો સ્ટેશન પરથી મેટ્રો દોડી હતી. ત્યારે કંઇક આવા દ્રશ્યો નજરે પડ્યા હતા. (Delhi Metro)
મેટ્રો પરિસરમાં પ્રવેશ કરનાર તમામ યાત્રીઓની સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. સાથે જ તમામ યાત્રીઓને સોશિયલ ડિસ્ટેંસિંગ, ફેસ માસ્ક અને હેન્ડ સેનેટાઇજેશનનો ઉપયોગ કરવું અનિવાર્ય હતું. આજે Yellow line Metro સવારે 7 વાગેથી 100 વાગ્યા સુધી અને સાજે 4 વાગ્યા સુધી ચાલશે. તે પછી અન્ય લાઇનોની સાથે 9 થી 12 સપ્ટેમ્બર સુધી શ્રેણીબદ્ધ રીતે મેટ્રોના સફરને આગળ વધારવામાં આવશે.