ઉત્તર પ્રદેશઃ અમરોહા (Amroha) જિલ્લાના આદમપુર પોલીસ સ્ટેશનની હદના ગામ માલીપુરામાં શેરડીના ખેતરોની વચ્ચે એક 12 ફુટ લાંબા અજગરે (Python) નીલગાયના બચ્ચાને પોતાનો કોળીયો બનાવી દીધો. જે સમયે અજગર શિકાર કરી રહ્યો હતો તે સમયે ખેડૂતની દીકરીઓએ તેને જોઈ લીધો અને બૂમાબૂમ કરીને ત્યાંથી ભાગી. જ્યાં સુધી ગામ લોકો ત્યાં પહોંચે તે પહેલા અજગર નીલગાયના બચ્ચાને ગળી ગયો હતો. ત્યારબાદ ગામ લોકોએ વન વિભાગને જાણ કરી પરંતુ કલાકો રાહ જોયા બાદ પણ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે ન પહોંચી. (Source: News18)