રાજધાની કોલંબોના ગાલે ફેસ ગ્રીન વિસ્તારમાં આવેલી મોંઘી હોટલોની બહાર રંગબેરંગી ટેન્ટ દેખાઈ રહ્યા છે. અહીં પોર્ટેબલ ટોઇલેટ પણ લગાવવામાં આવ્યા છે. લાઉડસ્પીકરથી ભરેલી ટ્રકોમાં ગીતો વગાડવામાં આવી રહ્યા છે. ખાણીપીણીના સ્ટોલ પણ ઉભા કરાયા છે. અહીંનું વાતાવરણ કોઈ કાર્નિવલથી ઓછું નથી. લોકો ગીતોની વચ્ચે 'ગો હોમ ગોટા'ના નારા પણ લગાવી રહ્યા છે.