મે મહિનામાં જૉર્જ ફ્લોઇડની હત્યા પછી અમેરિકા સમેત દુનિયાના અનેક વિસ્તારોમાં અશ્વેત લોકોના સમર્થન માટે જોરશોરથી આંદોલન થયા. બ્લેક લાઇવ્સ મેટર બેનર હેઠળ અનેક લોકોને આંદોલન કર્યા અને પોતાનો વિરોધ દર્શાવ્યો. મોટી સંખ્યામાં આ માટે લોકો રસ્તા પર ઉતરી ગયા અને અનેક દિવસ સુધી અલગ અલગ રીતે પ્રદર્શન કરી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ફોટો-AP
આ તસવીરો મીનિયાપોલિસમાં અશ્વેત પ્રદર્શનની છે. જૉર્જ ફ્લૉયડની પોલિસ દ્વારા કરવામાં આવેલી ધરપકડ પછી શ્વેત પોલીસે તેના ગળા પર વારંવાર પગ દબાવતા તેનો શ્વાસ રુંધાયો હતો અને તેની મોત થઇ ગઇ હતી. જે પછી મોટી સંખ્યામાં અશ્વેત લોકોએ પ્રદર્શન કરી આ મામલે વિરોધ નોંધાવ્યો હતો. અને આ મામલે અનેક લોકોની ધરપકડ પણ થઇ હતી. અહીં એકઠા થયેલા પ્રદર્શનકારી પકડાયેલા લોકોને છૂટા કરવાની માંગ કરી રહ્યા છે. ફોટો-AP