દેવરિયા : ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (UP Assembly Election 2022) વચ્ચે પીળી સાડી વાળી મહિલા પોલિંગ ઓફિસર રીના દ્વિવેદી (Poll officer Reena Dwivedi) ફરી ચર્ચામાં છે. લેડી અફસરને સોશિયલ મીડિયા પર ‘પીળી સાડી વાળી મેડમ’ ના (peeli saree waali fame reena dwivedi)નામથી ઓળખવામાં આવે છે. પીળી સાડી વાળી લેડી ઓફિસર રીના દ્વિવેદીએ ગુરુવારે દેવરિયામાં પોતાનો વોટ આપ્યો હતો.
રીનાએ જણાવ્યું કે દેવરિયા સદર વિધાનસભાના ગામ પંસારહીમાં તેનું સાસરું છે. તેણે કહ્યું કે દેશ અને રાજ્યના ઉજ્જવળ ભવિષ્ય માટે વોટ આપવો જરૂરી છે. જેથી અમે લખનઉથી દેવરિયા વોટ આપવા માટે આવ્યા હતા. રીના હવે એટલી ફેમસ થઇ ગઇ છે કે લોકો તેની સાથે સેલ્ફી લેવા માંગે છે. જ્યારે રીના દ્વિવેદી ગામ પંસારહીના પોલિંગ બૂથ પર વોટ આપવા માટે આવી તો ગામના લોકો તેની સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. લખનઉની રહેવાસી રીના દ્વિવેદી આ વખતે રાજધાનીના મોહનલાલગંજ વિધાનસભાના ગોસાઇગંજ બૂથ પર અલગ લૂકમાં જોવા મળી હતી. રીના દ્વિવેદી આ વખતે લીલા રંગની સાડીમાં જોવા મળી હતી.
યુપીમાં ચોથા તબક્કાના મતદાન પહેલા રીના દ્વિવેદી બ્લેક સ્લીવલેસ ટોપ અને વ્હાઇટ ટ્રાઉઝરમાં જોવા મળી રહી છે. આંખો પર કાળા ચશ્મા પહેરેલી રીનાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. રીના કેટલી ફેમસ થઈ ગઈ છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે જ્યાં પણ જાય છે, લોકો તેની સાથે સેલ્ફી લેવાનું શરૂ કરી દે છે. લખનૌમાં જ્યારે તે તેના નવા લૂકમાં દેખાઈ ત્યારે પણ લોકો તેની સાથે સેલ્ફી લેવા માટે ઉત્સુક હતા.
ઇંસ્ટાગ્રામ પર રીના દ્વિવેદીના બે લાખથી વધારે ફોલોઅર્સ - રીના દ્વિવેદી લખનઉના PWD વિભાગમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે પોસ્ટેડ છે. રીના દ્વિવેદી એક પુત્રની માતા છે, પરંતુ તે પોતાની ફિટનેસને લઈને હંમેશા સભાન રહે છે. વર્ષ 2004 માં તેના લગ્ન PWD વિભાગમાં કામ કરતા વરિષ્ઠ સહાયક સંજય દ્વિવેદી સાથે થયા હતા. તે સમયે રીનાના પતિ સોનભદ્રમાં પોસ્ટેડ હતા. રીનાના પતિનું 2013માં બીમારીના કારણે અવસાન થયું હતું. ઈન્સ્ટાગ્રામ પર તેના બે લાખથી વધુ ફોલોઅર્સ છે.