પટના : પટનાની ચર્ચિત મોડલ મોના રાયની (Patna Model Mona Rai)હત્યા પ્રેમ પ્રસંગના કારણે પ્રતિશોધમાં કરવામાં આવી હતી. મોનાની હત્યા (Murder) પાછળ એક બિલ્ડરની પત્નીનું ષડયંત્ર છે. બિલ્ડરની પત્નીએ 5 લાખ રૂપિયા સોપારી આપીને મોનાની હત્યા (Model Murder Case Patna)કરાવી હતી. બિલ્ડરની પત્નીએ પોતાના નજીકના પરિવારજનોના માધ્યમથી મોડલ મોના રોયની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. પટના પોલીસે આરાના ઉદવંતનગરના ભગવતીપુરમાં રેડ કરીને શૂટર ભીમ યાદવની ધરપકડ કરી ત્યારે આ વાતનો ખુલાસો થયો હતો. (ફાઇલ ફોટો)
હાલ બીજા શૂટરને પોલીસ શોધી રહી છે. પટના પોલીસે પહેલા જ ન્યૂઝ 18ને એ વાતનો ખુલાસો કર્યો હતો કે આ હત્યાકાંડ પાછળ પ્રેમ પ્રસંગનો મામલો છે. બિલ્ડરે મોના રાયને જમીન અને ફ્લેટ આપી રાખ્યા હતા. સાથે તેની સાથે ઘણા નજીકના સંબંધો થયા હતા. જેને કારણે બિલ્ડરની પત્ની ઘણી નારાજ હતી. બિલ્ડરને પત્નીની એવું લાગવા લાગ્યું હતું કે તેનો પતિ તેના હાથમાંથી નીકળી જશે અને સાથે તેની પ્રોપર્ટી પર ધીરે-ધીરે મોનાની થવા લાગશે. (ફાઇલ ફોટો)
બિલ્ડરની પત્નીએ પોતાના પતિને ઘણી વખત કહ્યું હતું કે તે મોના સાથે પોતાનો સંબંધ તોડી નાખે. જોકે બિલ્ડર પર તેની અસર પડતી ન હતી. બિલ્ડર અને મોનાના સંબંધો ઘનિષ્ઠ થતા જઈ રહ્યા હતા. સૂત્રોનું માનવામાં આવે તો 5 લાખમાં સોદો નક્કી થયો હતો અને 70000 આરાના શૂટર ભીમને યાદવને આપવામાં આવ્યા હતા. આ મામલામાં બીજા શૂટર અને સોપારી આપનાર અને લેનારની ધરપકડ હજુ સુધી પોલીસ દ્વારા કરવામાં આવી નથી. (ફાઇલ ફોટો)
12 ઓક્ટોબરે મોના રોયને ગોળી મારવામાં આવી હતી. ત્યારે બિલ્ડર તેને જોવા માટે પણ પહોંચ્યો હતો. રાત્રે પોલીસે બિલ્ડરના ઘરે રેડ કરી તો ઘરમાંથી પોલીસને દારૂની બોટલો મળી હતી. પોલીસે દારૂના મામલામાં બિલ્ડરની ધરપકડ કરીને જેલ મોકલી દીધો હતો. આ દરમિયાન પોલીસને તપાસમાં આરોપી ભીમ યાદવનો મોબાઇલ નંબર મળ્યો હતો. પોલીસે મોબાઈલ નંબરથી તેનું લોકેશન મેળવ્યું હતું અને આરામાંથી ધરપકડ કરી હતી. મોડલ મોના રોયનું પિયર આરાના ગડહનીમાં છે. જ્યારે સસુરાલ રોહતાસના વિક્રમગંજમાં છે. મોનાને 12 ઓક્ટોબરે ગોળી મારવામાં આવી હતી. 17 ઓક્ટોબરે તેનું મોત થયું હતું. તેના બધા રહસ્યો શોધવા માટે પટના પોલીસ તપાસ કરી રહી છે.