ભોપાલ : મધ્ય પ્રદેશના (madhya pradesh)ધાર જિલ્લાના ખલઘાટમાં મોટી દુર્ઘટના સામે આવી છે. યાત્રીઓથી ભરેલી મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની બસ નર્મદા નદીમાં (bus fell into narmada river)ખાબકી છે. આ દુર્ઘટના સવારે 10 વાગ્યાની આસપાસ બની છે. આ દુર્ઘટનામાં બસમાં સવાર 14 લોકોના મોત થયા છે. બસમાં (madhya pradesh bus accident) 14 લોકો સવાર હતા. મૃતકોના પરિવારજનો માટે કેન્દ્ર સરકારે 2-2 લાખ રૂપિયા અને રાજ્ય સરકારે 4-4 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી છે.
આ દુર્ઘટના રોંગ સાઇડથી આવી રહેલા એક વાહનને બચાવવા દરમિયાન બની છે. બસ પુલની રેલિંગની તોડીની સીધા 25 ફૂટ નીચે નદીમાં ખાબકી હતી. બસને જોઈને જ અંદાજો લગાવી શકાય છે કે મોતનો આંકડો વધી શકે છે. બસને ક્રેન દ્વારા બહાર કાઢવામાં આવી છે. જાણકારી પ્રમાણે યાત્રી બસ ઇન્દોરથી મહારાષ્ટ્ર તરફ જતી હતી અને ખલઘાટ સંજય સેતુ પુલ પર નિયંત્રણ ગુમાવતા નદીમાં ખાબકી હતી.
સૂચના મળતા જ પ્રશાસનિક અધિકારી સ્થળ પર પહોંચી ગયા છે. NDRFની ટીમ રાહત બચાવ માટે સ્થળ પર પહોંચી ગઇ છે. ઇન્દોર કમિશ્નર પવન કુમાર શર્માએ ધાર અને ખરગોનના કલેક્ટરને ઘટનાસ્થળ પર પહોંચવાનો આદેશ આપ્યા છે. આ દુર્ઘટના પર મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા સહિત ઘણા મંત્રીઓએ દુખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ પ્રશાસનને તાત્કાલિક સ્થળ પર પહોંચવાનો નિર્દેશ આપ્યો છે. એસડીઆરએફને પણ સ્થળ પર મોકલવાનો નિર્દેશ આપ્યો છે. ઇજગ્રસ્તોની સારવારની વ્યવસ્થાના નિર્દેશ આપ્યા છે.