

હરિયાણાઃ પાણીપત (Panipat)ના મિત્તલ મેગા મૉલમાં તે સમયે હોબાળો મચી ગયો જ્યારે પાણીપત પોલીસ (Panipat Police)એ ગુપ્ત સૂચનાના આધારે મૉલમાં ચાલી રહેલા સ્પા સેન્ટરો (Spa Centers)માં અચાનક દરોડા પાડ્યા. આ દરોડામાં પાણીપત પોલીસે 11 યુવતીઓ અને 6 યુવકોની ધરપકડ (Arrest) કરવામાં આવી છે. બીજી તરફ, મિત્તલ મૉલના મેનેજરે પોલીસના દરોડાની કાર્યવાહી ઉપર પણ સવાલ ઊભા કર્યા છે. (Photo: News18)


ડીસીપી (DSP) સતીશ વત્સે આ મામલાની પુષ્ટિ કરી છે. મામલામાં પોલીસે એક ડઝનથી વધુ યુવક-યુવતીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે દરોડા પાડતાં દેહવેપારનો મોટો પર્દાફાશ થયો છે. (Photo: News18)


ડીએસપીએ જણાવ્યું કે ગુપ્ત સૂચનાના આધાર પર પોલીસે મૉલમાં દરોડા (Police Raid at Spa centers) પાડ્યા. પોલીસે પોતાના કર્મીઓને બોગસ ગ્રાહક (Bogus Customers) બનાવીને સ્પા સેન્ટરમાં મોકલ્યા હતા, જ્યાં સ્પા સેન્ટર (Spa Centers)માં આપત્તિજનક ચીજો જોવા મળી. (Photo: News18)


ડીએસપીએ જણાવ્યું કે સ્પા સેન્ટર (Spa Center)ના નામ પર સેક્સ રેકેટ (Sex Racket) ચલાવવામાં આવી રહ્યું હતું. તેની પર પોલીસે કાર્યવાહી કરતાં ડઝનબંધ યુવક-યુવતીઓને કસ્ટડીમાં લીધા છે અને મામલાની ઊંડાણપૂર્વક (Police Investigation) તપાસ કરવામાં આવી રહી છે. (Photo: News18)


બીજી તરફ, મિત્તલ મેગા મૉલ (Mittal Mega Mall)ના મેનેજરે પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે. મેનેજરે કહ્યું કે સ્પા સેન્ટરમાં એવું કંઈ વાંધાજનક નહોતું ચાલી રહ્યું કારણ કે અમે સમય-સમય પર મોનિટરિંગ કરતા રહીએ છીએ. (Photo: News18)


નોંધનીય છે કે, મિત્તલ મેગા મૉલ (Mittal Mega Mall)માં આ પ્રકારના દરોડાની ઘટના પહેલીવાર નથી બની. આ પહેલા પણ અહીં અનેકવાર દરોડા પડી ચૂક્યા છે. દેહવેપારના મામલા પહેલા પણ સામે આવ્યા હતા. વર્ષ 2017માં 20 ઓગસ્ટે મિત્તલ મેગા મૉલમાં દરોડા પાડીને ત્યાં ચાલી રહેલા દેહવેપારનો પર્દાફાશ કર્યો હતો. (Photo: News18)