પાકિસ્તાનના અઝલાન શાહ નામના એક યૂટ્યૂબરે પોતાના લગ્ન બાદ દુલ્હનને ગધેડો ગિફ્ટમાં આપ્યો છે. રિસેપ્શનમાં પત્નીને ગધેડો ગિફ્ટ કરનારા અઝલાને કહ્યું કે, તે જાનવરોને ખૂબ પ્રેમ કરે છે અને એટલા માટે તેણે આવું કર્યું. તેણે પોતાના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર તેનો વીડિયો અને ફોટો શેર કર્યા છે. જે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
ખુદને વીડિયો ક્રિએટર અને પશુ પ્રેમી ગણાવતા પાકિસ્તાની અઝલાન શાહે પોતાના ઈંસ્ટાગ્રામ પર તેની જાણકારી આપી છે કે, તેણે પોતાની દુલ્હનને લગ્નમાં ગધેડાનું બચ્ચુ ગિફ્ટમાં આપ્યું છે. અઝલાને પોતાના ઈંસ્ટાગ્રામ પર અમુક તસ્વીરો અને વીડિયો શેર કર્યા છે, જેમાં તે પોતાની દુલ્હનને ગધેડો ગિફ્ટ કરતો જોઈ શકાય છે.
આખરે આ શખ્સે પોતાની પત્નીને ગધેડો શા માટે ગિફ્ટ કર્યો, તેના જવાબમાં તે પોતાના ઈંસ્ટાગ્રામ પોસ્ટમાં જણાવે છે, હવે સવાલ એ છે કે, ગધેડો જ શા માટે, કેમ તે સૌથી વધારે પસંદ છે અને તે દુનિયાનો સૌથી વધુ મહેનતી અને સૌથી લવિંગ એનિમલ છે. ત્યાર બાદ વીડિયોમાં વારિશા નામની દુલ્હન કહે છે કે, હું તને ખાલી ગધેડો રહેવા દઈશ નહીં.