પાકિસ્તાન (Pakistan)અને અફઘાનિસ્તાનના (Afghanistan)બોર્ડર પર કલાશા જનજાતિની (Kalash trible)પાકિસ્તાનની સૌથી ઓછી સંખ્યા વાળા લઘુમતીમાં ગણના થાય છે. આ જનજાતિના સભ્યોની (pakistan Kalash trible People)સંખ્યા લગભગ 4 હજાર છે. તે પોતાના અજીબોગરીબ અને કેટલાક મામલામાં આધુનિક પરંપરાઓને લઇને ઓળખાય છે. જેમ કે આ સમુદાયની મહિલાઓની બીજો પુરુષ પસંદ આવી જાય તો પોતાના લગ્ન તોડી નાખે છે.
કલાશા સમુદાય ખૈબર પખ્તુનખ્વ્વા પ્રાંતમાં ચિત્રાલ ઘાટીના બામ્બુરાતે, બિરીર અને રામબુર ક્ષેત્રમાં રહે છે. આ સમુદાય હિન્દુ કુશ પહોડાથી ઘેરાયેલ છે અને માનતા છે કે આ પર્વત શ્રુંખલાથી ઘેરાયેલી હોવાના કારણે તેમની સભ્યતા અને સંસ્કૃતિ સુરક્ષિત છે. આ પહાડના ઘણા ઐતિહાસિક સંદર્ભ છે, જેમ કે આ વિસ્તારમાં સિકંદરની જીત પછી તેને કૌકાસોશ ઇન્દિકૌશ કહેવામાં આવતી હતી. યૂનાની ભાષામાં તેનો અર્થ હિન્દુસ્તાની પર્વત. તેમને સિકંદર મહાનના વંશજ પણ માનવામાં આવે છે.
અહીં વર્ષભર ત્રણ તહેવાર આવે છે. Camos, Joshi અને Uchaw.જેમાં Camosને સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે જે ડિસેમ્બરમાં મનાવવામાં આવે છે. આ જ એ પ્રસંગ હોય છે જેમાં મહિલાઓ અને પુરુષો એકબીજા સાથે મુલાકાત કરે છે. આ દરમિયાન ઘણા લોકોનો સંબંધ થાય છે. જનજાતિના લોકોમાં સંબંધોને લઇને એટલું ખુલ્લાપણું છે કે મહિલાઓને જો બીજો પુરુષ પસંદ આવી જાય તો તે તેની સાથે રહી શકે છે.