Home » photogallery » national-international » જનરલ બિપિન રાવત અને ગુલામ નબી આઝાદ સહિત 64 હસ્તીઓને મળ્યો Padma Award, જુઓ તસવીરો

જનરલ બિપિન રાવત અને ગુલામ નબી આઝાદ સહિત 64 હસ્તીઓને મળ્યો Padma Award, જુઓ તસવીરો

India Padma Awards : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન (Rashtrapati Bhavan)માં વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર 128 લોકોને સન્માનિત કર્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (President Ramnath Kovind) આજે 125 વર્ષીય સ્વામી શિવાનંદને યોગના ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે પદ્મશ્રીથી સન્માનિત કર્યા છે.

  • 16

    જનરલ બિપિન રાવત અને ગુલામ નબી આઝાદ સહિત 64 હસ્તીઓને મળ્યો Padma Award, જુઓ તસવીરો

    રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે સોમવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં જનરલ બિપિન રાવત (મરણોત્તર) અને કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ સહિત અનેક હસ્તીઓને પદ્મ પુરસ્કાર એનાયત કર્યા હતા. સમારોહમાં બે વ્યક્તિઓને પદ્મ વિભૂષણ, આઠને પદ્મ ભૂષણ અને 54 વ્યક્તિને પદ્મશ્રી આપવામાં આવ્યા હતા.

    MORE
    GALLERIES

  • 26

    જનરલ બિપિન રાવત અને ગુલામ નબી આઝાદ સહિત 64 હસ્તીઓને મળ્યો Padma Award, જુઓ તસવીરો

    દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત અને ગીતા પ્રેસના અધ્યક્ષ રાધેશ્યામ ખેમકાને મરણોત્તર પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

    MORE
    GALLERIES

  • 36

    જનરલ બિપિન રાવત અને ગુલામ નબી આઝાદ સહિત 64 હસ્તીઓને મળ્યો Padma Award, જુઓ તસવીરો

    ગુલામ નબી આઝાદ, પંજાબી લોક ગાયક ગુરમીત બાવા (મરણોત્તર), ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન, ભૂતપૂર્વ કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ રાજીવ મેહર્ષિ, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના વડા અને કોવિડ વિરોધી રસી 'કોવશિલ્ડ'ના ઉત્પાદક સાયરસ પૂનાવાલા અને અન્ય બે સામેલ છે.

    MORE
    GALLERIES

  • 46

    જનરલ બિપિન રાવત અને ગુલામ નબી આઝાદ સહિત 64 હસ્તીઓને મળ્યો Padma Award, જુઓ તસવીરો

    આ વર્ષે કુલ 128 પદ્મ પુરસ્કારો આપવામાં આવી રહ્યા છે, જેમાં બે યોગ પુરસ્કારોનો સમાવેશ થાય છે (યોગ પુરસ્કારોને સિંગલ એવોર્ડ તરીકે ગણવામાં આવે છે). વર્ષ 2022 માટે કુલ ચાર પદ્મ વિભૂષણ, 17 પદ્મ ભૂષણ અને 107 પદ્મશ્રી પુરસ્કારો આપવામાં આવી રહ્યા છે. (તસવીરમાં સચ્ચિદાનંદ સ્વામી)

    MORE
    GALLERIES

  • 56

    જનરલ બિપિન રાવત અને ગુલામ નબી આઝાદ સહિત 64 હસ્તીઓને મળ્યો Padma Award, જુઓ તસવીરો

    એવોર્ડ મેળવનારની યાદીમાં 34 મહિલાઓ છે. આ સિવાય 13 લોકોને મરણોત્તર પદ્મ પુરસ્કાર આપવામાં આવી રહ્યા છે. (તસવીરમાં તેમના વતી પદ્મ વિભૂષણ મેળવતા ગીતાપ્રેસના પ્રમુખ રાધેશ્યામ ખેમકાના પુત્ર)

    MORE
    GALLERIES

  • 66

    જનરલ બિપિન રાવત અને ગુલામ નબી આઝાદ સહિત 64 હસ્તીઓને મળ્યો Padma Award, જુઓ તસવીરો

    પદ્મ પુરસ્કાર એનાયત કરવાનો બીજો સમારોહ 28 માર્ચે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાશે. (તસવીરમાં હોકી ખેલાડી વંદના કટારિયાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તરફથી પદ્મશ્રી એવોર્ડ મળ્યો)

    MORE
    GALLERIES