Home » photogallery » national-international » Padma Awards 2023: કુમાર મંગલમ બિરલા, એસએમ કૃષ્ણા સહિત અનેક હસ્તીઓને રાષ્ટ્રપતિએ આપ્યા પદ્મ પુરસ્કાર, જુઓ PHOTOS

Padma Awards 2023: કુમાર મંગલમ બિરલા, એસએમ કૃષ્ણા સહિત અનેક હસ્તીઓને રાષ્ટ્રપતિએ આપ્યા પદ્મ પુરસ્કાર, જુઓ PHOTOS

Padma Awards: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બુધવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત એક સમારોહમાં કર્નાટકના પૂર્વ મુખ્યમંત્રી એસએમ કૃષ્ણા, જાણીતા ઉદ્યાગપતિ કુમાર મંગલમ બિરલા, જાણીતા પ્લેબેક સિંગર સુમન કલ્યાણપુર સહિતના લોકોને પદ્મ પુરસ્કારથી સન્માનિક કરવામાં આવ્યા હતા. આ સિવાય શેરબજારના જાણીતા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાને મરણોત્તર પદ્મશ્રી આપવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આ વર્ષે 106 પદ્મ પુરસ્કાર આપવાની મંજૂર આપી હતી. તેમાંથી 50 લોકોને બુધવારે પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી આપવામાં આવ્યા.

  • 19

    Padma Awards 2023: કુમાર મંગલમ બિરલા, એસએમ કૃષ્ણા સહિત અનેક હસ્તીઓને રાષ્ટ્રપતિએ આપ્યા પદ્મ પુરસ્કાર, જુઓ PHOTOS

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એસએમ કૃષ્ણાને સાર્વજનિક મામલા માટે પદ્મ વિભુષણ આપ્યો છે. તેઓ પૂર્વ વિદેશ મંત્રી અને કર્નાટકના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમનો કાર્યકાળ 6 દાયકાથી પણ વધારે રહ્યો છે. તેઓ તેમના રાજકારણી જેવી દ્રષ્ટિ અને વહીવટી કુશળતા માટે જાણીતા છે.(Photo- Twitter/@rashtrapatibhvn)

    MORE
    GALLERIES

  • 29

    Padma Awards 2023: કુમાર મંગલમ બિરલા, એસએમ કૃષ્ણા સહિત અનેક હસ્તીઓને રાષ્ટ્રપતિએ આપ્યા પદ્મ પુરસ્કાર, જુઓ PHOTOS

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વ્યાપાર અને ઉદ્યોગ માટે આદિત્ય બિરલા સમુહના અધ્યક્ષ કુમાર મંગલમ બિરલાને પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા. આદિત્ય બિરલા સમુહની વિરાસત એક સદી પહેલાની છે. તે વિદેશમાં વ્યાપાર કરવા વાળા પસંદ કરાયેલ પ્રથમ ભારતીય જૂથોમાંથી એક છે. (Photo- Twitter/@rashtrapatibhvn)

    MORE
    GALLERIES

  • 39

    Padma Awards 2023: કુમાર મંગલમ બિરલા, એસએમ કૃષ્ણા સહિત અનેક હસ્તીઓને રાષ્ટ્રપતિએ આપ્યા પદ્મ પુરસ્કાર, જુઓ PHOTOS

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા માટે જાણીતા પ્લેબેક સિંગર સુમન કલ્યાણપુરને પદ્મ ભૂષમ આપ્યો. તેમને પોતાના 4 દસકના કાર્યકાળ દરમિયાન હિંદી, મરાઠી અને 11 અન્ય ભાષાઓમાં અગણિત હિટ સોંગ પોતાના અવાજમાં ગાયા છે. (Photo- Twitter/@rashtrapatibhvn)

    MORE
    GALLERIES

  • 49

    Padma Awards 2023: કુમાર મંગલમ બિરલા, એસએમ કૃષ્ણા સહિત અનેક હસ્તીઓને રાષ્ટ્રપતિએ આપ્યા પદ્મ પુરસ્કાર, જુઓ PHOTOS

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રોફેસર કપિલ કપૂરને સાહિત્ય અને શિક્ષા માટે પદ્મ ભૂષણ આપ્યો હતો. તેઓ જેએનયૂમાં અંગ્રેજીના પ્રોફેસર રહી ચૂક્યા છે. તેઓ ભારતીય જ્ઞાન પ્રણાલીઓને એકીકૃત કરીને અને તેના માટે સંસ્થાઓની સ્થાપના કરીને ઉચ્ચ શિક્ષણને સ્વદેશી બનાવવાના તેમના પ્રયાસો માટે જાણીતા છે. (Photo- Twitter/@rashtrapatibhvn)

    MORE
    GALLERIES

  • 59

    Padma Awards 2023: કુમાર મંગલમ બિરલા, એસએમ કૃષ્ણા સહિત અનેક હસ્તીઓને રાષ્ટ્રપતિએ આપ્યા પદ્મ પુરસ્કાર, જુઓ PHOTOS

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કળા માટે જોધૈયા બાઈ બૈગાને પદ્મશ્રી આપ્યો. બૈગા પેંટિંગની પ્રમુખથ કલાકાર છે. તેમણે બૈગા જનજાતિના પારંપરિક કામ, દર્શન અને સંસ્કૃતિને ઓળખ અપાવી છે. (Photo- Twitter/@rashtrapatibhvn)

    MORE
    GALLERIES

  • 69

    Padma Awards 2023: કુમાર મંગલમ બિરલા, એસએમ કૃષ્ણા સહિત અનેક હસ્તીઓને રાષ્ટ્રપતિએ આપ્યા પદ્મ પુરસ્કાર, જુઓ PHOTOS

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કળા માટે ઉશા બારલેને પદ્મશ્રી આપ્યો. તેઓ છત્તીસગઢના પંડવાણી અને પંથી કળા રૂપોની કલાકાર છે. તેમણે આ કળા રુપોનો ઉપયોગ મહિલાઓમાં તેમના અધિકારો વિશે અને લોકોને સરકારી યોજનાઓ માટે જાગૃત કરવા માટે કર્યો છે. (Photo- Twitter/@rashtrapatibhvn)

    MORE
    GALLERIES

  • 79

    Padma Awards 2023: કુમાર મંગલમ બિરલા, એસએમ કૃષ્ણા સહિત અનેક હસ્તીઓને રાષ્ટ્રપતિએ આપ્યા પદ્મ પુરસ્કાર, જુઓ PHOTOS

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કળા માટે ભાનુભાઈ ચુન્નીલાલ ચિત્રને પદ્મશ્રી આપ્યો. તેમણે ગુજરાતની પારંપરિક માતાની પછેડી શિલ્પને સંરક્ષિત કરવા અને પ્રોત્સાહન આપવામાં મદદ કરી છે. તેમણે પૌરાણિક કથાઓ અને ધાર્મિક વાર્તાઓના દ્રશ્યો દર્શાવતા જટિલ ચિત્રો બનાવ્યા. (Photo- Twitter/@rashtrapatibhvn)

    MORE
    GALLERIES

  • 89

    Padma Awards 2023: કુમાર મંગલમ બિરલા, એસએમ કૃષ્ણા સહિત અનેક હસ્તીઓને રાષ્ટ્રપતિએ આપ્યા પદ્મ પુરસ્કાર, જુઓ PHOTOS

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વ્યાપાર અને ઉદ્યાગ માટે શ્રી રાકેશ ઝુનઝુનવાળા(મરણોત્તર)ને પદ્મશ્રી આપ્યો. ઝુનઝુનવાલા રોકાણકાર, ઉદ્યોગપતિ અને પરોપકારી તરીકે જાણીતા હતા. તેઓ તેમની અનન્ય રોકાણ શૈલી અને ચતુર બજારની આગાહીઓ માટે વ્યાપકપણે જાણીતા હતા. (Photo- Twitter/@rashtrapatibhvn)

    MORE
    GALLERIES

  • 99

    Padma Awards 2023: કુમાર મંગલમ બિરલા, એસએમ કૃષ્ણા સહિત અનેક હસ્તીઓને રાષ્ટ્રપતિએ આપ્યા પદ્મ પુરસ્કાર, જુઓ PHOTOS

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કળા માટે શ્રી દિલશાદ હુસૈનને પદ્મશ્રી આપ્યો. તેઓ મુરાદાબાદના ધાતુના વાસણોના પ્રખ્યાત કારીગર છે અને તેમણે ઘણા કારીગરોને તાલીમ પણ આપી છે. (Photo- Twitter/@rashtrapatibhvn)

    MORE
    GALLERIES