

નવી દિલ્હી : કોવિડ-19ના દર્દીઓની સારવાર પદ્ધતિમાં પ્લાઝ્મા થેરેપીને (Plasma Therapy) હટાવવામાં આવી શકે છે. મેડિકલ રિસર્ચની અગ્રણી સંસ્થા આઈસીએમઆરના (Indian Council of Medical Research-ICMR)ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે મંગળવારે કહ્યું કે કોરોના સારવારની ગાઇડલાઇન્સમાં પ્લાઝ્મા થેરેપીને હટાવવાનો વિચાર ચાલી રહ્યો છે. આ વિચાર કોવિડ-19 માટે બનેલી ICMRની નેશનલ ટાસ્ક ફોર્સ કરી રહી છે. (પ્રતિકાત્મક તસવીર)


પ્લાઝ્મા થેરપીને સારવારમાંથી હટાવવાને મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે કારણ કે ઘણા રાજ્ય ગંભીર કોરોના દર્દીઓની સારવારમાં તેનો ઉપયોગ કરી રહ્યા છે. ઘણા રાજ્યોએ કોરોનાની સારવારમાં પ્લાઝ્મા થેરેપીને મોટો રોલ બતાવ્યો છે. (પ્રતિકાત્મક તસવીર)


રાજધાની દિલ્હીમાં તો આમ આદમી પાર્ટીની આગેવાનીવાળી સરકારે પ્લાઝ્મા બેંકને પ્રમોટ પણ કરી છે. જ્યારે ઉત્તર પૂર્વી રાજ્ય અસમમાં પણ પ્લાઝ્મા ડોનેટ કરનારને ઘણા પ્રકારની સુવિધા આપવાની વાત કરવામાં આવી છે. (પ્રતિકાત્મક તસવીર)


બતાવવામાં આવી રહ્યું છે કે આઈસીએમઆર દ્વારા કરવામાં આવેલી સ્ટડીમાં ખબર પડી છે કે પ્લાઝ્મા થેરેપી દર્દીઓને ફાયદો પહોંચાડવામાં નિષ્ફળ રહી છે. આ સ્ટડી દેશની 39 હોસ્પિટલોમાં કરવામાં આવી છે. આ સ્ટડીને આઈસીએમઆરે કંડક્ટ કરાવ્યો હતો. એપ્રિલથી જુલાઈ મહિના દરમિયાન સર્વે કરવામાં આવ્યો હતો. હવે પ્રોફેસર બલરામ ભાર્ગવે કહ્યું કે અમે વાતચીત કરી રહ્યા છીએ. આ સ્ટડીના પરિણામ મહત્વપૂર્ણ છે. આના આધાર પર નિર્ણય લેવામાં આવશે. (પ્રતિકાત્મક તસવીર)