

પ્યોંગયોંગઃ ઉત્તર કોરિયા (North Korea)ના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન (Kim Jong Un)ની સ્થિતિ ખૂબ ગંભરી બની ગઈ છે. અમેરિકન ઇન્ટેલિજન્સ એજન્સીઓ મુજબ, કિમ જોંગ ઉનની થોડા દિવસો પહેલા સર્જરી થઈ છે જે સફળ નથી રહી. તેમની હાલત હજુ પણ ખૂબ ખરાબ છે અને તેમના મોતની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.


કિમ જોંગ ઉન હાલમાં જ દેશના નેશનલ હૉલીડે (National Holiday)ના કાર્યક્રમમાં સામેલ નહોતા થયા, ત્યારબાદદ તેમની બીમારી અંગે આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. નોંધનીય છે કે, 15 એપ્રિલે કિમ જોંગ ઉનના દાદા અને દેશના નિર્માતા કહેવાતા કિમ ઇલ સુંગની જયંતી હતી અને ઉત્તર કોરિયા તેને નેશનલ હૉલીડે તરીકે ઉજવે છે.


CNN મુજબ, તેના માત્ર 4 દિવસ પહેલા જ કિમ જોંગ ઉન એક મીટિંગમાં જોવા મળ્યા હતા અને તેઓએ દેશની મુખ્ય કેબિનેટમાં અનેક મોટા ફેરફાર પણ કર્યા હતા. વર્ષ 2011થી જ્યારથી કિમ જોંગ ઉન ઉત્તર કોરિયાની સત્તા પર આવ્યા છે, તેઓ એક પણ જન્મ જયંતીના કાર્યક્રમમાં ગેરહાજર નથી રહ્યા.


આ કાર્યક્રમની જે તસવીરો સામે આવી હતી, તેમાં ઉત્તર કોરિયાના મોટા અધિકારી કુમસુસાનના પેલેસ ઓફ સનમાં કિમ ઇલ સુંગને શ્રદ્ધાંજલિ આપતાં જોવા મળ્યા હતા.


ગંભીર બીમાર હોવાનો પહેલા પણ થયો હતો દાવોઃઉત્તર કોરિયાના લીડર કિમ જોંગની સ્ટેટ મીડિયા ચેનલ અને સરકારી કાર્યક્રમોમાં ઘટતી હાજરીને કારણે પહેલા પણ શંકા જાહેર કરવામાં આવી હતી કે ઘણા સમયથી તેઓ બીમાર છે.