ભારતની નાણાં મંત્રી નિર્મલા સીતારમણનો આજે 61મો જન્મદિવસ છે. તેમનો જન્મ 18 ઓગસ્ટ 1959માં તમિલનાડુના ચેન્નઇ પાસે આવેલા મદુરાઇમાં થયો હતો. નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) તે મહિલામાંથી એક છે જેમણે ટૂંક સમયમાં રાજનિતીમાં ટોપમાં પહોંચી ચૂકી છે. ત્યારે તેમના જીવન વિષે કેટલીક અજાણી વાતો આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ.
નિર્મલા સીતારમણના લગ્ન ડૉક્ટર પરાકાલા પ્રભાકરથી થયા છે. તેમના પતિ પરાકાલા પ્રભાકર (Nirmala Sitharaman Husband) આંધ્રપ્રદેશના રહેવાસી છે. સીતારમણથી પ્રભાકરની મુલાકાત તે જ્યારે જેએનયૂ હતા ત્યારે થઇ. પ્રભાકરે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સથી પીએસડી કરી છે. લગ્ન પછી સીતારમણ પણ લંડનમાં તેમની સાથે રહેવા લાગી.
નિર્મલા સીતારમણ તે મહિલાઓમાંથી એક છે જેમણે રાજનીતિમાં ખૂબ ટૂંકા સમયમાં મુખ્ય ભૂમિકામાં કામ કરવાની તક મળી છે. તેમણએ રક્ષા મંત્રી તરીકે મોટો પડકાર લીધો છે. 2019માં લોકસભા ચૂંટણીમાં તેમણે જોર શોરની રાફેલ વિમાન ડીલનો મુદ્દો ઉઠાવ્યો હતો. તે પછી તેમણએ લાંબા સમય સુધી ભાજના પ્રવક્તા તરીકે પણ કોંગ્રેસ પર એક પછી એક પ્રહાર કર્યા છે.