નવી દિલ્હી : નિર્ભયા ગેંગરેપ અને હત્યા (Nirbhaya Gang Rape and Murder)ના એક દોષી વિનય શર્મા (Vinay Sharma)એ સ્ટેપલ પિન ગળી જવાનો પ્રયાસ કર્યો છે. તેની પર નજર રાખી રહેલા જેલના કર્મચારીઓએ તેને સમયસર રોકી દીધો. ત્યારબાદ તિહાડ જેલ (Tihar Jail)ના અધિકારી વિનયને જેલ હૉસ્પિટલ પણ લઈ ગયા અને તેની સારવાર કરાવી. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા તેણે દીવાલ સાથે માથું ફોડીને પોતાની જાતને ઘાયલ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

વિનય અને અક્ષયના પરિવારને છેલ્લી મુલાકાત કરવા માટે કહેવામાં આવ્યું - જેલના અધિકારીઓએ શનિવારે વિનય શર્મા અને અક્ષય ઠાકુરના પરિવારને નોટિસ મોકલીને તેમને છેલ્લી મુલાકાત કરવા માટે કહી દીધું છે. સૂત્રો અનુસાર મુકેશ સિંહ અને પવન ગુપ્તાની પોતાના પરિવારના સભ્યો સાથે છેલ્લી મુલાકાત ડેથ વોરન્ટના સમયે 31 જાન્યુઆરીએ જ થઈ હતી.
![[caption id="attachment_960304" align="alignnone" width="875"] એક જેલ અધિકારીએ જણાવ્યું કે તેઓએ અક્ષય અને વિનયને પૂછ્યું કે કયા દિવસે છેલ્લી મુલાકાત કરવા માંગો છો? સાથોસાથ તેઓએ કહ્યું કે દરેક સપ્તાહ બે વાર નિયમિત મુલાકાતની સુવિધા ચાલુ છે.</dd>
<dd>[/caption] [caption id="attachment_960304" align="alignnone" width="875"] એક જેલ અધિકારીએ જણાવ્યું કે તેઓએ અક્ષય અને વિનયને પૂછ્યું કે કયા દિવસે છેલ્લી મુલાકાત કરવા માંગો છો? સાથોસાથ તેઓએ કહ્યું કે દરેક સપ્તાહ બે વાર નિયમિત મુલાકાતની સુવિધા ચાલુ છે.</dd>
<dd>[/caption]](https://images.gujarati.news18.com/static-guju/uploads/2017/12/greyimg.jpg)
![[caption id="attachment_960304" align="alignnone" width="875"] એક જેલ અધિકારીએ જણાવ્યું કે તેઓએ અક્ષય અને વિનયને પૂછ્યું કે કયા દિવસે છેલ્લી મુલાકાત કરવા માંગો છો? સાથોસાથ તેઓએ કહ્યું કે દરેક સપ્તાહ બે વાર નિયમિત મુલાકાતની સુવિધા ચાલુ છે.</dd>
<dd>[/caption] [caption id="attachment_960304" align="alignnone" width="875"] એક જેલ અધિકારીએ જણાવ્યું કે તેઓએ અક્ષય અને વિનયને પૂછ્યું કે કયા દિવસે છેલ્લી મુલાકાત કરવા માંગો છો? સાથોસાથ તેઓએ કહ્યું કે દરેક સપ્તાહ બે વાર નિયમિત મુલાકાતની સુવિધા ચાલુ છે.</dd>
<dd>[/caption]](https://images.news18.com/static-guju/uploads/2020/02/Nirbhaya-Case-4-convicts-profile-23-02.jpg)
[caption id="attachment_960304" align="alignnone" width="875"] એક જેલ અધિકારીએ જણાવ્યું કે તેઓએ અક્ષય અને વિનયને પૂછ્યું કે કયા દિવસે છેલ્લી મુલાકાત કરવા માંગો છો? સાથોસાથ તેઓએ કહ્યું કે દરેક સપ્તાહ બે વાર નિયમિત મુલાકાતની સુવિધા ચાલુ છે.</dd> <dd>[/caption]

નવા ડેથ વોરન્ટ બાદ વિનયની માનસિક સ્થિતિ ખરાબ - 'નવભારત ટાઇમ્સ ડૉટ કૉમ'ના અહેવાલ મુજબ, અધિકારીઓએ જણાવ્યું કે ડેથ વોરન્ટ જાહેર થયા બાદથી વિનયનો વ્યવહાર હિંસક થઈ ગયો છે. જેલ પ્રશાસને જણાવ્યું કે જેલમાં વિનયની શારીરિક અને માનસિક હાલત સ્થિર છે.

દોષિતો પર 24 કલાક નજર રાખવામાં આવી રહી છે - મામલામાં ફાંસીની સજા ફટકારવામાં આવી છે તેવા ચારેય દોષિતો પર ચોવીસ કલાક નજર રાખવામાં આવી રહી છે અને સીસીટીવી દ્વારા અધિકારીઓ પણ તેમની પર સતત નજર રાખી રહ્યા છે.

ચારેય દોષિતોએ ભોજનની માત્રા ઘટાડી - સૂત્રોનું કહેવું છે કે ચારેય દોષી- મુકેશ, અક્ષય, વિનય અને પવન રોજની જેમ ખાવાનું ખાઈ રહ્યા છે જોકે ભોજનની માત્ર ઓછી થઈ ગઈ છે.