Murder mystery! BFએ ન્યૂયર પાર્ટીમાં જ કરી ગર્લ્ડફ્રેન્ડની હત્યા, સહેલી સાથે આપત્તિજનક સ્થિતિમાં પકડાયો હતો
બોયફ્રેન્ડ જોગધંકરને બિલ્ડિંગની છત ઉપર પાણીની ટાંકી પાસે સહેલી દીયા પડંકરની સાથે આપત્તિજનક હાલતમાં જોઈ ગઈ હતી. બંને એકબીજાના સાથે સંબંધ બાંધતા પકડી પાડ્યા હતા.


મુંબઈઃ માયાનગરી મુંબઈમાં ન્યૂ યર પાર્ટીની ઉજવણી (new year party celebration) દરમિયાન એક દર્દનાક ઘટના સામે આવી છે. જેના વિશે જાણીને ભલભલા હચમચી જાય. એક બોયફ્રેન્ડે અને પોતાની ગર્લફ્રેન્ડની દર્દનાક (boyfriend killed girl friend) રીતે હત્યા કરી દીધી હતી. આ આખો મામલો ટ્રાએંગલનો (love triangle) છે. આ ઘટનામાં પોલીસે મૃતકાની પ્રેમી સાથે તેની સહેલીને પણ ધરપકડ કરી હતી. બંને આરોપીઓને જેલભેગા કરી દીધા હતા. બંનેની પૂછપરછ થઈ રહી હતી.


ગુરુવારે મોડી રાત્રે મુંબઈના ખાર પશ્વિમની ભગવતી હાઈટ્સના છત ઉપર પાર્ટી થઈ રહી હતી. જેમાં 19 વર્ષીય જાન્હવી કુકરેજા ન્યૂઈયર પાર્ટીમાં પહોંચી હતી. જ્યાં તેણે પોતાના બોયફ્રેન્ડ જોગધંકરને બિલ્ડિંગની છત ઉપર પાણીની ટાંકી પાસે સહેલી દીયા પડંકરની સાથે આપત્તિજનક હાલતમાં જોઈ ગઈ હતી. બંને એકબીજાના સાથે સંબંધ બાંધતા પકડી પાડ્યા હતા. જેનાથી જાન્હવી ગુસ્સે ભરાઈને ઝઘડો કરવા લાગી હતી. આરોપીએ મામલાને છુપાવવા માટે આરોપી જાન્હવીને આઠમા માળેથી ફેંકીને મારી નાંખી હતી.


પૂછપરછ દરમિયાન બોયફ્રેન્ડે પોતાનો ગુનો કબૂલ્યો હતો. જ્યારે પાર્ટીમાં હાજર જાન્હવીના અન્ય દોસ્તોથી પૂછપરછ ચાલી રહી છે. તપાસમાં સામે આવ્યું હતું કે, છત ઉપરથી ફેંકતા પહેલા બંનેએ જાન્હવીને માર માર્યો હતો. જોકે, નવા વર્ષના કારણે જોરદાર ડીજેના અવજામાં ઝઘડો કોઈને સંભળાયો ન હતો.


માનવામાં આવી રહ્યું છે કે જાન્હવીએ પાર્ટીમાં જતા પહેલા પોતાના પિતાનો જન્મદિવસ મનાવ્યો હતો. બર્થડે સેલેબ્રેશનમાં આરોપી બોયફ્રેન્ડ જોગધંકર પણ આવ્યો હતો. જ્યાં તેની મીત્ર દિયા તેની સાથે દેખાઈ હતી. ત્યારબાદ જાહ્નવીને ન્યૂ યર પાર્ટીમાં જવા માટે તૈયાર કરીને કહ્યું હતું કે તું આવી જજે હું જઉં છું.


ખાર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર ગજાનન કાબુલેના જણાવ્યા પ્રમાણે ખાર પશ્વિમની ભગવતી હાઈટ્સની છત ઉપર પાર્ટી રખી હતી. જ્યાં જાન્હવીના અનેક દોસ્તો ભેગા થયા હતા. આ પાર્ટી દરમિયાન જાન્હવી અને તેના બોયફ્રેન્ડ વચ્ચે ઝઘડો થયોહતો. ત્યારબાદ ગુસ્સે ભરાયેલી જાન્હવી છતથી નીચે ઉતરવા લાગી હતી આ વચ્ચે આરોપી જોગધંકરે પોતાની મિત્ર દિયા પડંકર સાથે મળીને તેને નીચે ફેંકી દીધી હતી. (તમામ તસવીરો એશિયાનેટ ન્યૂઝ)