દેશમાં કેટલાય રાજ્યો મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટનો સંક્રમણ દર વધી રહ્યો હોય તેવું જણાય છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 155 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 2 લોકોના મોત થયા છે. તો બીજી તરફ, તેલંગાણામાં મંગળવારે અને બુધવારે 100થી વધુ કેસ સામે આવ્યા છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, તમિલનાડુ અને હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં પોઝિટિવિટી દર 5 ટકાથી 10 ટકા વચ્ચે છે.
કોરોનાથી બચવાના ઉપાયો તો લગભગ બધાને ખબર જ છે, પરંતુ અત્યાર સુધીમાં ઇન્ફ્લૂએન્ઝા H3N2 વાયરસે દેશમાં હાહાકાર મચાવી દીધો છે. ત્યારે થોડી વધુ સાવચેતી રાખવાની જરૂર છે. ત્યારે આ નિયમોનું ધ્યાન રાખવું જોઈએ - 1) સંક્રમણનું કોઈપણ લક્ષણ હોય તો બહાર ન જવું જોઈએ, 2) જેને સંક્રમણ હોય તેવા લોકોની નજીક ન જવું, 3) માસ્ક પહેર્યા વગર ભીડ-ભાડ વાગી જગ્યાએ ન જવું, 4) જો કોઈને કોરોના હોય તો તેને બાળકો અને વૃદ્ધોથી અલગ રાખવા જોઈએ, 5) હાથને સાબુથી ધોવા અને સેનેટાઇઝર વાપરવું જોઈએ.