સ્પેનના ડૉક્ટરોએ ચેતવણી આપી છે કે કોરોના વાયરસની અસર પગમાં જોવા મળે છે. કેટલાક દર્દીઓના પગની ત્વચા પર નિશાન પડી જાય છે. સ્પેનિશ ત્વચા વિશેષજ્ઞોએ જાણકારી આપી છે કે Covid 19ના રોગીઓના પગમાં જાબુંડી રંગના નિશાન પડે છે .સામાન્ય રીતે આવા નિશાન નાના બાળકો અને ટિનએજર્સમાં જોવા મળે છે. ડોક્ટરોના કહેવા મુજબ કેટલીકવાર આ ડાધ ચિકનપોક્સના નિશાન જેવા દેખાય છે. અને આ નિશાન પગની આંગળીઓની પાસે દેખાય છે.
આ પહેલા બ્રિટન અને અમેરિકાના ડૉક્ટરોએ પણ દાવો કર્યો હતો કે કોરોનાના કારણે લોકોની સુંગધ સુંગવાની શક્તિ જતી રહે છે. જે પણ કોરોના વાયરસના સંક્રમણની આશંકાને બતાવે છે. જો કે પાછળથી કેટલાક દર્દીઓ પણ તેમના અનુભવો શેર કરતા આવા અનુભવો તેમને થયા હોવાની વાત સ્વીકારી હતી. ત્યારે આ રોગ અંગે જાગૃતતા કેળવવી અને સુરક્ષિત રહેવું જરૂરી છે.