Home » photogallery » national-international » અમેરિકાના યુવકને મળ્યું નવું જીવન, ડૉક્ટરોએ લગાવ્યો બીજો ચહેરો અને બંને હાથ

અમેરિકાના યુવકને મળ્યું નવું જીવન, ડૉક્ટરોએ લગાવ્યો બીજો ચહેરો અને બંને હાથ

ન્યૂજર્સીના આ યુવકનો ચહેરો અને બંને હાથ ગંભીર રીતે બળી ગયા હતા, ડૉક્ટરોએ મેળવી મોટી સિદ્ધિ

विज्ञापन

  • 16

    અમેરિકાના યુવકને મળ્યું નવું જીવન, ડૉક્ટરોએ લગાવ્યો બીજો ચહેરો અને બંને હાથ

    ન્યૂ યોર્કઃ પોતાના પડકારરૂપ ફેસ (Face Transplant) અને હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ (Hand Transplant)ના લગભગ 6 મહિના બાદ જો ડીમિયો (Joe Dimeo) હવે ફરીથી હસતા, આંખોને બંધ-બોલતા, છીંકતા અને ચૂંટણી ભરતા શીખી રહ્યો છે. અમેરિકા (America)ના રહેવાસી 22 વર્ષીય જો ડીમીયોનું આ ખૂબ જ અઘરું ઓપરેશન ઓગસ્ટ 2020માં કરવામાં આવ્યું હતું. એક કાર અકસ્માતમાં તેનો ચહેરો ખૂબ ગંભીર રીતે બળી ગયો હતો. (Photo- AP)

    MORE
    GALLERIES

  • 26

    અમેરિકાના યુવકને મળ્યું નવું જીવન, ડૉક્ટરોએ લગાવ્યો બીજો ચહેરો અને બંને હાથ

    વિશેષજ્ઞોનું કહેવું છે કે એનવાઇયુ લૈનગોન હેલથમાં થયેલી આ સર્જરી ને સફળ માનવામાં આવી રહી હતી. પરંતુ એવું કહેવા માટે થોડા સમય રાહ જોવાની જરૂર હતી. અમેરિકાના ટ્રાન્સપ્લાન્ટ સિસ્ટમ પર કામ કરનારી સંસ્થા યૂનાઇટેડ નેટવર્ક ફોર ઓર્ગન શેરિંગ અનુસાર દુનિયાભરમાં સર્જન ઓછામાં ઓછા 18 ફેસ ટ્રાન્સપ્લાન્ટ અને 35 હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ કરી ચૂક્યા છે. પરંતુ એક સાથે ફેસ અને બંને હાથોનું ટ્રાન્સપ્લાન્ટ ખૂબ દુર્લભ છે. આવું આ પહેલા માત્ર બે વાર થયું છે. (Photo- AP)

    MORE
    GALLERIES

  • 36

    અમેરિકાના યુવકને મળ્યું નવું જીવન, ડૉક્ટરોએ લગાવ્યો બીજો ચહેરો અને બંને હાથ

    આવું ઓપરેશન સૌથી પહેલા 2009માં પેરિસના એક દર્દીનું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ તેનું એક મહિના બાદ જ સામે આવેલી મુશ્કેલીઓ બાદ મોત થયું હતું. ત્યારબાદ 2011માં બોસ્ટનના ડૉક્ટરોએ એક મહિલાનું આ પ્રકારનું ઓપરેશન કર્યું હતું. તેના પર ચિંપાજીએ હુમલો કર્યો હતો. પરંતુ થોડા દિવસ બાદ ડૉક્ટરોએ ટ્રાન્સપ્લાન્ટ કરેલા હાથોને કાઢી દેવા પડ્યા હતા. (Photo- AP)

    MORE
    GALLERIES

  • 46

    અમેરિકાના યુવકને મળ્યું નવું જીવન, ડૉક્ટરોએ લગાવ્યો બીજો ચહેરો અને બંને હાથ

    ન્યૂ જર્સીના જો ડીમિયોએ હવે જીવન સારવાર કરાવવી પડશે, જેથી તેનું શરીર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવેલા ફેસ અને હાથોને નકારી ન દે. તેની સાથે જ તેણે એ વાતનું પણ પ્રશિક્ષણ મળશે કે તેને કેવી રીતે નવા ચહેરા અને હાથોનો ઉપયોગ કરવાનો છે. 2018માં જો ડીમિયો એક ડ્રગ કંપનીમાં પ્રોડક્ટ ટેસ્ટર હતો. એક દિવસે બનેલી દુર્ઘટનામાં તેનું શરીર બળી ગયું હતું. ત્યારબાદ તે મહિનાઓ સુધી હૉસ્પિટલમાં રહ્યો અને તેની પર અનેક ઓપરેશન કરવામાં આવ્યા. (Photo- AP)

    MORE
    GALLERIES

  • 56

    અમેરિકાના યુવકને મળ્યું નવું જીવન, ડૉક્ટરોએ લગાવ્યો બીજો ચહેરો અને બંને હાથ

    પરંતુ હવે ડૉક્ટરોને લાગ્યું કે પારંપરિક સર્જરીથી જો ડીમિયો સાજો નહીં થાય તો તેણે 2019ની શરૂઆતથી જ ડીમિયોની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવાની તૈયારી શરુ કરી દીધી હતી. તેના માટે એક ડોનર જોઇતો હતો. ડૉક્ટરોનું અનુમાન હતું કે ડીમિયોની પાસે માત્ર 6 ટકા જ ચાન્સ છે કે તેમણે તેના ઇમ્યૂન સિસ્ટમને અનુરૂપ મેચ મળે. (Photo- AP)

    MORE
    GALLERIES

  • 66

    અમેરિકાના યુવકને મળ્યું નવું જીવન, ડૉક્ટરોએ લગાવ્યો બીજો ચહેરો અને બંને હાથ

    જોકે, ઓગસ્ટ 2020માં ડૉક્ટરોની ટીમે ડેલાવરમાં એક ડોનરની ઓળખ કરી અને ડીમિયોનું કપરું ઓપરેશન કર્યું. ઓપરેશન બાદ ડર એ વાતનો હતો કે ક્યાંક ડીમિયોનું શરીર નવા ચહેરા અને હાથોને નકારી ન દે. પરંતુ એવું થયું નહીં. તેના શરીરમાં એવા કોઈ પણ સંકેત ન જોવા મળ્યા. (Photo- AP)

    MORE
    GALLERIES