

નવી દિલ્હી: મતદાતાઓ પાસે એવી તાકાત રહેલી છે કે તેઓ સરકાર બનાવી પણ શકે છે અને બદલી પણ શકે છે. આથી કોઈએ પોતાના એક વોટની કિંમત જરા પણ ઓછી ન આંકવી જોઈએ. 25 જાન્યુઆરીનો દિવસ રાષ્ટ્રીય મતદાતા દિવસ (National Voters Day 2021) છે. રાષ્ટ્રીય મતદાતા દિવસે આજે ચૂંટણી પંચ વોટર આઈડી કાર્ડ (Digital Voter ID Card) ડિજિટલ કરવા જઈ રહ્યું છે. ચૂંટણી પંચ રાષ્ટ્રીય મતદાતા દિવસ પર ઈ-ઈપીઆઈસી (e-EPIC- ઇલેક્ટ્રોનિક ઇલેક્ટોરલ ફોટો આઈડેન્ટિટી કાર્ડ, Electronic Electoral Photo Identity Card)) શરૂ કરશે. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ વોટર આઈડી કાર્ડની ઇલેક્ટ્રૉનિક આવૃત્તિની શરૂઆત કરાવશે. જેને મોબાઇલ કે પછી કોમ્પ્યુટર પર ડાઉનલોડ કરી શકાય છે. તો જાણીએ ડિજિટલ વોટર આઈડી કાર્ડ કેવી રીતે કામ કરશે:


સવાલ: e-EPIC શું છે? જવાબ: e-EPIC નૉન એડિટેડ (સુધારો ન કરી શકાય તેવું) સુરક્ષિત પોર્ટેબલ દસ્તાવેજ છે, જેમાં ફોટો, સુરક્ષા ક્યૂઆર કોડ, સીરિયલ નંબર વગેરે અંકિત હોય છે.


સવાલ: ક્યાંથી ડાઉનલોડ કરી શકાય? જવાબ: e-EPICને તમે http://voterportal.eci.gov.in/ અથવા https://nvsp.in/ પરથી ડાઉનલોડ કરી શકો છો. એન્ડ્રોઇડ યૂઝર્સ https://play.google.com/store/apps/details?id=com.eci.citizen પરથી અને iOS યૂઝર્સ https://apps.apple.com/in/app/voter-helpline/id1456535004 પરથી ડાઉનલોડ કરી શકે છે.


સવાલ: મોબાઇલમાં e-EPIC માટે શું કરવું પડશે? જવાબ: મતદાન કરવા માટે લાયક થયા બાદ તમારે મતદાર યાદીમાં નામ નોંધાવવું પડશે. નામ નોંધાવતી વખતે તમારે તમારો મોબાઇલ નંબર પણ નોંધાવવો પડશે. વોટર લિસ્ટમાં તમારું નામ આવી ગયા બાદ તેમને ઇ-મેઇલ કે એસએમએસ મોકલવામાં આવશે. જે બાદમાં એક ઓટીપીની મદદથી તમે તમારા મોબાઇલમાં વોટર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.


સવાલ: મેં મારો EPIC નંબર ખોઈ નાખ્યો છે, હું e-EPIC કેવી રીતે ડાઉનલોડ કરું? જવાબ: તમે http://voterportal.eci.gov.in/ અથવા http://electoralsearch.in/ પર જઈને મતદાર યાદીમાં તમારું નામ શોધી શકો છો. જેમાંથી ઈપીઆઈસી નંબર મેળવી લો. જે બાદમાં ઈ-ઈપીઆઈસી ડાઉનલોડ કરી શકો છો.


સવાલ: મારી પાસે e-EPIC નંબર નથી, પરંતુ મારી પાસે ફોર્મ-6 રેફરન્સ નંબર છે, શું હું ઈ-ઈપીઆઈસી ડાઉનલોડ કરી શકું? જવાબ: હા, ઈ-ઈપીઆઈસી ડાઉનલોડ કરવા માટે ફોર્મ-6 રેફરન્સ નંબરનો ઉપયોગ કરી શકો છો.


સવાલ: શું મતદાન કેન્દ્ર પર ઓળખપત્ર તરીકે ઈ-ઈપીઆઈસી પ્રિન્ટ કરાવી શકું છું? જવાબ: હા, તમે ડાઉનલોડ અને પ્રિન્ટ કરી શકો છો.


સવાલ: ઈ-ઈપીઆઈસી ડાઉનલોડ કરવા માટે શું કરવું પડશે? જવાબ: તમે ઈ-ઈપીઆઈસીને http://voterportal.eci.gov.in/ અથવા https://nvsp.in/ કે પછી મતદાનતા હેલ્પલાઇન મોબાઇલ એપના માધ્યમથી નીચે આપેલી પ્રક્રિયા અનુસરીને ડાઉનલોડ કરી શકો છો.


મતદાતા પોર્ટલ પર રજિસ્ટર/લૉગીન કરો. મેનુમાં નેવિગેશનમાંથી ડાઉનલોડ ઈ-ઈપીઆઈસી ક્લિક કરો. ઈપીઆઈસી નંબર અથવા ફોર્મ સંદર્ભ સંખ્યા દાખલ કરો. રજિસ્ટર મોબાઇલ નંબર પર એક ઓટીપી આવશે, જેને વેરિફાય કરો. e-EPIC પર ક્લિક કરો. જો મોબાઇલ નંબર Erollમાં નોંધાયેલો નથી તો, KYC માટે e-KYC પર ક્લિક કરો. જે બાદમાં તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને ઈ-ઈપીઆઈસી ડાઉનલોડ કરો.


સવાલ: e-KYC શું છે? જવાબ: e-KYC રેન્ડમ બૉડી મૂવમેન્ટ સાથે લાઇવ ચેક છે, જેમાં વ્યક્તિનો લાઇવ ફોટો કેપ્ચર કરીને EPIC ડેટામાં ઉપયોગમાં લેવાયેલા ફોટો સાથે તેની સરખામણી કરવાની હોય છે.


સવાલ: e-KYC નિષ્ફળ રહે તો શું કરવું પડશે? જવાબ: જો આવું થાય તો ERO ઓફિસ જાઓ અને લેટેસ્ટ ફોટો જમા કરાવો. બાદમાં મોબાઇલ નંબર અપડેટ કરો.


સવાલ: e-KYC માટે શું જરૂરી છે? જવાબ: આ માટે કેમેરો અથવા લેપટોપ/વેબ કેમ અથવા મોબાઇલ ફોન/ટેબ્લેટની જરૂર છે.


સવાલ: Erollમાં મારો મોબાઇલ નંબર રજિસ્ટર્ડ નથી, તો શું હું e-EPIC ડાઉનલોડ કરી શકું? જવાબ: હા. પરંતુ આ માટે e-KYC કરવું પડશે. જેનાથી મોબાઇલ નંબર અપડેટ થાય.


સવાલ: ERollમાં નોંધાયેલો નંબર હાલ ઉપયોગમાં નથી. શું હું બીજો નંબર અપડેટ કરી શકું? જવાબ: જવાબ: હા. તમે આવું કરી શકો છો. આ માટે e-KYC જરૂરી છે.


સવાલ: શું સ્માર્ટ ફોન પર e-EPIC ડાઉનલોડ કરી શકાય? જવાબ: હા. તમે વોટર હેલ્પલાઇન મોબાઇલ એપના માધ્યમથી આવું કરી શકો છો.