પૃથ્વીનું કુદરતી સૌંદર્ય લાજવાબ છે. અનેક સ્થળોને સ્વર્ગ જેવો અનુભવ થાય છે. જેટલું સુંદર પૃથ્વી પરનું વાતાવરણ છે તેનાથી પણ વધુ સુંદર પૃથ્વી અવકાશમાંથી જોવા મળે છે. તાજેતરમાં નાસાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ફોટો શેર કરવમાં આવ્યા છે. આ ફોટા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના વિન્ટેજ પોઇન્ટ પરથી લેવામાં આવ્યા છે. આ ફોટા માડાગાસ્કરના બોમ્બેટોકાના છે.
નાસાએ કેપ્શનમાં લખ્યું છે કે, આ સુંદર ફોટામાં જમીન, પાણી, બરફ સહિતની કુદરતી સિસ્ટમ જોવા મળે છે. જીવન માટે આ ત્રણેય એકબીજા સાથે જોડાયેલા છે. અમે જમીન ઉપર હોઈએ કે, અવકાશમાં પૃથ્વીના કારણે એકબીજા સાથે સતત જોડાયેલા છીએ. જેને આપણે માણવું જોઈએ. આ તસવીર ️મૌરિટાનિયા રિચટ સ્ટ્રક્ચરની છે.