કારગિલ વિજય દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની (PM Modi share kargil visit photos) એક જૂની ટ્વિટ અંગે વાત કરીએ જેમાં તેઓ આ યુદ્ધમાં શહદી જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે. વડાપ્રધાને કારગિલ યુદ્ધનો એક વીડિયો શેર કરતાં ટ્વિટર પર લખ્યું, 'કારગિલ વિજય દિવસ પર માતા ભારતીના તમામ વીર સપૂતોને હું હૃદયથી વંદન કરું છું. આ દિવસ આપણને આપણા સૈનિકોના સાહસ, શૌર્ય અને સમર્પણની યાદ અપાવે છે. આ અવસરે તે પરાક્રમી યોદ્ધાઓને મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ, જેઓએ માતૃભૂમિની રક્ષામાં પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું. જય હિન્દ.'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક ટ્વિટ કરીને જણાવ્યું કે, 1999 દરમિયા તેમને કારગિલ જવાની તક મળી હતી. પીએમ મોદીએ આ દરમિયાનની કેટલીક તસવીરો પણ શેર કરી છે. તેઓએ ટ્વિટર પર લખ્યું છે, '1999માં કારગિલ યુદ્ધ દરમિયાન મને કારગિલ જવાની તક મળી હતી. ત્યાં મેં વીર જવાનોની એકજૂથતાને જોઈ. તે સમયે હું જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં પાર્ટી માટે કામ કરી રહ્યો હતો. કારગિલનો આ પ્રવાસ અને સૈનિકો સાથે વાતચીત અવિસ્મરણીય છે.'