નવી દિલ્હી : દુનિયાભરમાં કોરોના વાયરસના કેસ (Coronavirus In India)આવ્યાના એક વર્ષ પછી પણ તેની કોઈ વેક્સીન હજુ સુધી આવી નથી. જોકે ઘણા દેશો વેક્સીન બનાવવામાં લાગ્યા છે. આ દરમિયાન મહારાષ્ટ્ર સ્થિત મુંબઈમાં એક ટુરિઝમ કંપનીએ લોકોને ‘વેક્સીન ટૂરિઝમ’ની ઓફર આપી છે. જોકે કંપનીની આ જાહેરાત પર વિવાદ થયો છે. જે પછી તેમણે સ્પષ્ટતા પણ કરવી પડી છે.
એડલવાઇસ મ્યૂચ્યુઅલ ફંડ્સના સીઇઓ રાધિકા ગુપ્તાએ સોમવારે એક વોટ્સઅપ મેસેજનો સ્ક્રિનશોટ શેર કર્યો છે, જે વાયરલ થયો છે. આ મેસેજમાં એક ટુરિઝમ કંપની જોવા મળે છે, જે ડિસેમ્બરમાં અમેરિકા માટે આકર્ષક પેકેજની ઓફર કરી રહી છે. કંપનીની ઓફરમાં મુંબઈથી ન્યૂયોર્ક અને પાછા મુંબઈ આવવા માટે ત્રણ દિવસ અને ચાર રાતનું પેકેજ તમને 1,74,999 રૂપિયામાં મળશે. જેમાં એરફેયર અને હોટલમાં રહેવાનું સામેલ છે.
ભારતમાં પાંચ વેક્સીનના ટ્રાયલ થઈ રહ્યા છે. ઘણા ભારતીય દાવેદાર જેવા Covaxin, Zy-CovD ના ફેઝ-2ના રિઝલ્ટની રાહ વચ્ચે મંગળવારે સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને દાવો કર્યો કે ભારતીયોને Pfizerના વેક્સીનની આવશ્યકતા પડવાની સંભાવના ઓછી છે. બીજી તરફ અમેરિકામાં ફાઇઝર-બાયોએનટેક અને મોર્ડનોની વેક્સીન વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ 90 ટકાથી વધારે પ્રભાવશાળી છે