સેન્ટ્રલ રેલવેએ કહ્યું છે કે સાયન-કુર્લા અને મસ્જિદમાં સતત વરસાદ અને પાણી ભરાવાના કારણે મધ્ય રેલવે પર ઉપનગરીય સેવાઓ સીએસએમટી-થાણે/સીએસએમટી-વાશીની વચ્ચે સસ્પેન્ડેડ છે. તેની સાથે જ શટલ સેવા થાણે-કલ્યાણ અને તેની આગળની તરફ વાશી અને પનવેલની વચ્ચે ચાલી રહી છે. લાંબા અંતરની સ્પેશલ ટ્રેનોને રિશિડ્યૂલ કરવામાં આવી રહી છે.