મુંબઈ અને આસપાસના જિલ્લાઓમાં સતત મુશળધાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. ભારે વરસાદ બુધવારે ચાલુ રહેવાનું અનુમાન છે.
2/ 12
હવામાન વિભાગ એલર્ટ બાદ મુંબઈમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. એવામાં ગણેશોત્સવમાં અડચણ ઊભી થઈ શકે છે.
विज्ञापन
3/ 12
મુંબઈમાં આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને કારણે તમામ સ્કૂલમાં રજા આપવામાં આવી છે. આજે જે બાળકો સવાર સ્કૂલ પહોંચી ગયા હતા તેમને પરત ઘરે મોકલવામાં આવ્યા છે.
4/ 12
વરસાદના કારણે લોકલ ટ્રેન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. હવામાન વિભાગે વરસાદની ચેતવણી આપી છે જેને ધ્યાને લઈ બીએમસીએ બુધવારે સ્કૂલો બંધ રાખવાનો આદેશ આપ્યો છે.
5/ 12
વરસાદના કારણે બસોના રૂટ પણ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. લોકોને દરિયાની પાસે ન જવા ચેતવણી આપવામાં આવી છે.
विज्ञापन
6/ 12
બીજી તરફ, વરસાદના કારણે હાર્બર લાઇન પર ટ્રેનો મોડી ચાલી રહી છે અને કેટલીક ટ્રેનો કેન્સલ પણ કરવામાં આવી છે.
7/ 12
લોકલ ટ્રેનોની ઉપનગરીય સેવાઓ ચર્ચગેટથી વસઈ રોડની વચ્ચે ચાલી રહી છે. વિરારમાં ટ્રેક ફેલ થવાના કારણે વસઈ અને વિરારની વચ્ચે ઓછી ટ્રેનો ચાલી રહી છે.
8/ 12
હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેનો અર્થ એ છે કે ભારે વરસાદની આશંકા છે. હવામાન વિભાગે આગામી બે દિવસ માટે એલર્ટ જાહેર કર્યુ છે.
विज्ञापन
9/ 12
હવામાન વિભાગના એલર્ટ બાદ બીએમસીએ નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, તમામ સ્કૂલોને આજે બંધ કરવામાં આવી રહી છે. તમામ સ્કૂલ સંચાલકોને આગ્રહ કરવામાં આવ્યો છે કે જે બાળકો સ્કૂલ પહોંચી ગયા છે તેમને સાવધાની અને સુરક્ષા સાથે પરત મોકલવામાં આવે.
10/ 12
મુંબઈના શાયન વિસ્તારમાં પાણી ભરાવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
11/ 12
મુંબઈમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જવાથી વાહન-વ્યવહારમાં પણ મુશ્કેલી ઊભી થઈ.
विज्ञापन
12/ 12
હવામાન વિભાગના એલર્ટ બાદ, મુંબઈ પોલીસે પણ તકેદારીના ભાગરૂપે લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે.