Home » photogallery » national-international » PHOTOS: મહિલાએ આપ્યો પથ્થરના બાળકને જન્મ, 15 વર્ષ સુધી પેટ ઉછરતું રહ્યું બાળક

PHOTOS: મહિલાએ આપ્યો પથ્થરના બાળકને જન્મ, 15 વર્ષ સુધી પેટ ઉછરતું રહ્યું બાળક

Mother gives birth to stone baby: માણસના શરીરથી વધારે કોમ્પ્લેક્ષ વસ્તુ ભાગ્યે જ કોઈ હશે. કેટલીય વાર તો ખુદ માણસને પણ ખબર નથી હોતી કે, તેના શરીરમાં શું થઈ રહ્યું છે. આવો જ એક કિસ્સો મહારાષ્ટ્રના નાગપુરમાંથી આવ્યો છે. જ્યાં રહેતી એક મહિલાને 15 વર્ષ સુધી એ ન ખબર પડી કે, તેના શરીરમાં એક બાળક છે. જ્યારે તેણે જન્મ આપ્યો તો, તે સ્ટોન ચાઈલ્ડ એટલે કે, પથ્થરનું બાળક હતું.

  • 15

    PHOTOS: મહિલાએ આપ્યો પથ્થરના બાળકને જન્મ, 15 વર્ષ સુધી પેટ ઉછરતું રહ્યું બાળક

    મહિલાને 15 વર્ષ સુધી ખબર નહોતી કે, તેના પેટના એક ખૂણામાં બાળક પણ છે. જ્યારે દુખાવો અને બીજી મુશ્કેલીઓ આવી તો, તેણે ઓપરેશન કરાવ્યું તો ખબર પડી કે, મહિલાના પેટમાં બાળક છે.

    MORE
    GALLERIES

  • 25

    PHOTOS: મહિલાએ આપ્યો પથ્થરના બાળકને જન્મ, 15 વર્ષ સુધી પેટ ઉછરતું રહ્યું બાળક

    મહિલાને છેલ્લા 3 વર્ષથી સતત ઉલ્ટી થતી રહેતી હતી અને પેટમાં દુખાવાની ફરિયાદ હતી. ડોક્ટર મોટા ભાગે તેને પેનકિલર અને ગેસની સમસ્યાથી રાહત થાય તેવી દવા આપતા રહેતા હતા. જો કે, તેનાથી તેને કોઈ રાહત મળતી નહોતી. આખરે જ્યારે મહિલાએ નર્સિંગ હોમમાં જઈને સીટી સ્કેન કરાવ્યું તો, તેના પગ તળેથી જમીન સરકી ગઈ.

    MORE
    GALLERIES

  • 35

    PHOTOS: મહિલાએ આપ્યો પથ્થરના બાળકને જન્મ, 15 વર્ષ સુધી પેટ ઉછરતું રહ્યું બાળક

    મહિલાએ નાગપુરની એક પ્રાઈવેટ નર્સિંગ હોમમાં સિટી સ્કૈન કરાવ્યું તો, જ્યાં ડોક્ટર્સે મહિલાના આંતરડામાં પથ્થર જેવું કંઈ દેખાયું, જ્યારે લેપ્રોસ્કોપી કરવામાં આવી તો, ખબર પડી કે, તે સ્ટોન નહીં પણ એક ચાર મહિનાનું બાળક છે. ડોક્ટર પણ તે જોઈને ચોંકી ગયા કારણ તે દુર્લભ મામલો હતો.

    MORE
    GALLERIES

  • 45

    PHOTOS: મહિલાએ આપ્યો પથ્થરના બાળકને જન્મ, 15 વર્ષ સુધી પેટ ઉછરતું રહ્યું બાળક

    બે ડોક્ટર્સે મળીને મહિલાનું ફટાફટ ઓપરેશન કર્યું. સર્જરી 2 કલાક ચાલી અને ડોક્ટ્સે મહિલાના પેટમાંથી સ્ટોન બેબી એટલે પથ્થરનું બાળક બહાર કાઢ્યું. હકીકતમાં મહિલાએ 15 વર્ષ પહેલા ગર્ભ રહી જતાં અબોર્શન કરાવ્યું હતું, કારણ તે બાળક માટે તૈયાર નહોતી. આ દરમિયાન આ બાળક મહિલાના આંતરડામાં જઈને ફસાઈ ગયું.

    MORE
    GALLERIES

  • 55

    PHOTOS: મહિલાએ આપ્યો પથ્થરના બાળકને જન્મ, 15 વર્ષ સુધી પેટ ઉછરતું રહ્યું બાળક

    મેડિકલની ભાષામાં આવા સ્ટોન બેબીને લિથોપીડિયન કહેવાય છે અને છેલ્લા 400 વર્ષોમાં સ્ટોન બેબીના 300 કિસ્સા સામે આવ્યા છે. અબોર્શનના 11 હજાર કેસ એવા છો, જેમાં બાળક શરીરમાં કોઈના કોઈ જગ્યાએ જઈને ફસાઈ જાય છે. આ ઘટના 2017ની છે, જે મહિલા સાથે આવું થયું તે હાલમાં સ્વસ્થ છે.

    MORE
    GALLERIES