

સલાહકરોની એક પેનલે ગુરૂવારે અમેરિકાના ખાદ્ય અને દવા પ્રશાસન (FDA) પાસે મોડર્નાની કોવિડ-19 વેક્સિનના ઇમર્જન્સી યૂઝ માટે અનુમતિ માંગી છે. ત્યાં જ અમેરિકા બીજી કોવિડ-19 વેક્સિનને હાંસલ કરવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે FDA કોરોના વાયરસના ચેપ થી બચવા માટે ફાઈઝર બાયોએનટેકની વેક્સિનને ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી પહેલા જ આપી ચુક્યું છે.


મોડર્નાની વેક્સિનને સલાહકારો પાસેથી લીલી ઝંડી મળ્યા બાદ માનવામાં આવે છે કે FDA નજીકના સમયમાં જ આ વેક્સિનને ઈમરજન્સી યુઝ માટે મંજૂરી આપી શકે છે.મોડર્ના વેક્સિનને સ્ટોરેજની દ્રષ્ટિએ વધુ સારો વિકલ્પ માનવામાં આવે છે કારણ કે તેને કોમર્શિયલ ડીપ ફ્રિઝરમાં માઈનસ 20 ડીગ્રી સેલ્સિયસ પર રાખી શકાય છે. તો ફાઈઝર વેક્સિનને માઈનસ 70 ડીગ્રી સેલ્સિયસ તાપમાન પર રાખવી પડશે. આ ઉપરાંત મોડર્નાની લાંબી શેલ્ફ લાઈફને કારણે તેના ડિસ્ટ્રીબ્યુશનમાં પણ સરળતા રહેશે.


મોડર્ના અને ફાઈઝર બન્ને વેક્સિન Mrna ટેક્નોલોજી પર આધારિત છે. આ ટેક્નોલોજી હ્યુમન સેલ્સને કોરોના વાયરસના સરફેસ પ્રોટીન બનાવવાના જેનેટિક નિર્દેશ આપીને કામ કરે છે. જેના કારણે વાસ્તવિક વાયરસને ઓખળવા માટે ઈમ્યુન સિસ્ટમ પ્રશિક્ષિત થાય છે. તેના પ્રભાવની વાત કરીએ તો ક્લિનિકલ ટ્રાયલ્સમાં બન્ને વેક્સિન લગભગ 95 ટકા જેટલી પ્રભાવી જણાઈ છે. ભારતમાં આ વેક્સિન મળવાની શક્યતાઓ વિશે વાત કરીએ તો ફાઈઝરે પહેલા જ જાહેરાત કરી છે કે તે પોતાની રસીની કિંમત ભારત માટે બ્રિટન અને અમેરિકાથી ઓછી રાખશે.


ફાઈઝરે જણાવ્યું હતું કે તેઓ કિંમત એવી રીતે રાખશે જેથી સરકાર એ સુનિશ્ચિત કરી શકે કે જનતા પર વધુ ખર્ચનો બોજો ન આવે. જોકે સરકારી અધિકારીઓ અને કંપની મેનેજમેન્ટ વચ્ચે બેઠક થયા પછી પણ સરકારે હજી સુધી ફાઈઝરની રસી ખરીદવામાં રસ દાખવ્યો નથી. પ્રતિકાત્મક તસવીર


તેનું એક કારણ એ પણ હોઇ શકે કે ફાઈઝરની રસીને માઈનસ 70 ડીગ્રી તાપમાનમાં સ્ટોર કરવાનું અને લોકો સુધી પહોંચાડવાનું પડકારજનક સાબિત થઈ શકે છે. ફાઈઝરની રસીની કિંમત 1440 રૂપિયા સુધીની હોઈ શકે છે. અને લોકોએ આ વેક્સિનના બે ડોઝ લેવા પડશે. હવે જોવાનું એ રહે છે કે મોડર્ના વેક્સિન માટે ભારત સરકાર શું વિચારે છે. પ્રતીકાત્મક તસવીર