ઇન્દોર : ઇન્દોરના કિલા મેદાનમાં થોડા દિવસો પહેલા એક એનજીઓએ બેગર ફ્રી સિટી અભિયાન અંતર્ગત કેમ્પ લગાવ્યો હતો. કેમ્પમાં એક એવા ભિખારીને પણ લાવવામાં આવ્યો હતો જે કાલકા મંદિર સામે બેસીને ભીખ માંગી રહ્યો હતો. કેમ્પમાં વાતચીત દરિયાન સંસ્થાના કાર્યકર્તાઓએ તે વૃદ્ધ વ્યક્તિને સરનામું પુછ્યું અને તેના ઘરની શોધમાં નીકળી પડ્યા હતા.
વાતચીત દરમિયાન એ માહિતી મળી કે રમેશનો મોટો વેપાર હતો. તેમના લગ્ન થયા નથી. તેમના ઘરમાં ભાઇ-ભત્રીજા અને અન્ય લોકો રહેતા હતા. રમેશને નશાની આદત પડી ગઈ હતી. ઘરના લોકોએ નશાની આદત છોડવવાનો બધો જ પ્રયત્ન કર્યો હતો પણ તેમાં કોઈ ફેર પડ્યો ન હતો. થાકીને ઘરના લોકોએ તેને કહેવાનું છોડી દીધું હતું. આ પછી રમેશની હાલત ખરાબ થતી ગઈ હતી. નશાની લતમાં રમેશ ભિખારીઓની જેમ ભટકતો રહેતો હતો. આ જ ક્રમમાં રમશને કાલકા મંદિર પાસે રેસક્યૂ કરવામાં આવ્યો હતો.