આંધ્રપ્રદેશ શ્રી હરિકોટામાં સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી 22 જુલાઇ એટલે કે આજે બપોરે 2:43 વાગ્યે ભારતનું ચંદ્રયાન-2 મિશન લોન્ચ થશે. જે ઇશરોના વૈજ્ઞાનિકોનું મહત્વપૂર્ણ મિશન માનવામાં આવે છે. ઇસરો અને ભારતના કાર્યક્રમના ઇતિહાસમાં આ પહેલી વખત છે કે આવી મહત્વાકાંક્ષી મિશન પાછળ મુખ્ય ભૂમિકામાં બે મહિલાઓ છે. મુથૈયા વનિતા પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે, રિતુ કારિધાલ મિશન ડાયરેક્ટર તરીકે આ બે વિશિષ્ટ ચહેરાઓ કોણ છે અને તે શા માટે યાદ રાખવા જરુરી છે.
'મંગળ' બાદ ચંદ્ર સુધી રિતુ છે 'રોકેટ વુમન'...ચંદ્રયાન-2 મિશનના ડિરેક્ટર રહેતા તે પહેલાં રિતુએ 2013માં ભારતના મહત્વાકાંક્ષી મંગળ મિશનમાં વૈજ્ઞાનિક તરીકે કામ કર્યું હતું. આ મિશન ખૂબ સફળ હતુ અને ભારત ચોથો દેશ હતો, જે મંગળ સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો. તે સમયે રિતુએ મંગળ મિશનમાં ઉપગ્રહ કામગીરીની ભૂમિકા ભજવી હતી. રિતુની કુશળતાને ઓળખી કાઢવામાં આવી હતી અને આ વખતે તેને મોટી જવાબદારી આપવામાં આવી હતી.