Home » photogallery » national-international » પ્રેરણાત્ક કિસ્સો : આ છે સીમા, શિમલા-ચંદીગઢ રૂટ પર બસ ચલાવતી પ્રથમ મહિલા ડ્રાઈવર

પ્રેરણાત્ક કિસ્સો : આ છે સીમા, શિમલા-ચંદીગઢ રૂટ પર બસ ચલાવતી પ્રથમ મહિલા ડ્રાઈવર

આજના જમાનામાં મહિલાઓ પણ પુરુષ સમોવડી થઈને નોકરી અને વ્યવસાયમાં પોતાના પગ જમાવી રહી છે. આવો જ એક દાખલો છે સીમા ઠાકુર

  • 15

    પ્રેરણાત્ક કિસ્સો : આ છે સીમા, શિમલા-ચંદીગઢ રૂટ પર બસ ચલાવતી પ્રથમ મહિલા ડ્રાઈવર

    Good News : આજના જમાનામાં મહિલાઓ પણ પુરુષ સમોવડી થઈને નોકરી અને વ્યવસાયમાં પોતાના પગ જમાવી રહી છે. આવો જ એક દાખલો છે સીમા ઠાકુર, જે હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં એકમાત્ર મહિલા બસ ડ્રાઈવર છે. સીમાએ બુધવારે શિમલા-ચંદીગઢ રૂટ પર હતી, જેની સાથે જ તેઓ આંતર રાજ્ય માર્ગ પર બસ ચલાવનાર પ્રથમ HRTC મહિલા ડ્રાઈવર બન્યા છે.

    MORE
    GALLERIES

  • 25

    પ્રેરણાત્ક કિસ્સો : આ છે સીમા, શિમલા-ચંદીગઢ રૂટ પર બસ ચલાવતી પ્રથમ મહિલા ડ્રાઈવર

    સીમાને તેની ઉપલબ્ધી પર ગર્વની અનુભિતી થાય છે. સીમા HRTCની 3100 બસોમાંથી એક ચલાવનાર એકમાત્ર મહિલા છે. હાલ HRTCમાં કુલ 8813 ડ્રાઈવર ફરજ બજાવે છે. ઉલ્લેખનીય છે કે, સીમા તેના માતા-પિતા અને ભાઈ સાથે રહે છે. સીમાએ સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા કહ્યું હતું કે, હું હિમાચલ પ્રદેશની પ્રથમ મહિલા બસ ચાલાક છું, મેં 5 મે, 2016ના રોજ HRTCના ડ્રાઈવર તરીકે નોકરી જોઈન કરી હતી. હાલ કોરોના મહામારીએ ઉથલો માર્યો છે ત્યારે ડોક્ટર્સ, નર્સ અને પોલીસ મહિલાઓ તેમની ફરજ પૂર્ણ કરી રહી છે. હું પણ મારુ એ જ કર્તવ્ય પૂર્ણ કરી રહી છું. (તસવીર સૌજન્ય ANI)

    MORE
    GALLERIES

  • 35

    પ્રેરણાત્ક કિસ્સો : આ છે સીમા, શિમલા-ચંદીગઢ રૂટ પર બસ ચલાવતી પ્રથમ મહિલા ડ્રાઈવર

    કોરોના વાયરસ જેટલો આપણા માટે ખતરનાક છે, તેટલો જ સીમા માટે પણ છે. તેમ છતાં સીમા રોજ બહાર જાય છે અને શિમલાથી ચંદીગઢના રૂટ પર યાત્રીઓને બસમાં યાત્રા કરાવી પોતાની ફરજ અદા કરે છે.

    MORE
    GALLERIES

  • 45

    પ્રેરણાત્ક કિસ્સો : આ છે સીમા, શિમલા-ચંદીગઢ રૂટ પર બસ ચલાવતી પ્રથમ મહિલા ડ્રાઈવર

    સીમા કહ્યું કે, એક બસ ચાલક તરીકે લોકોની સેવા કરતા હું ખુશી અનુભવું છું. જયારે હું ફરજ પરથી ઘરે પરત ફરું ત્યારે મને સતત ભય સતાવતો રહે છે. પરંતુ હું બધા જ નિયમોનું પાલન કરું છું. હું બધાને અપીલ કરું છું કે કોરોના વાયરસથી સુરક્ષિત રહેવા માટે આપણે અનુશાશનનો અભ્યાસ કરવો જોઈએ.

    MORE
    GALLERIES

  • 55

    પ્રેરણાત્ક કિસ્સો : આ છે સીમા, શિમલા-ચંદીગઢ રૂટ પર બસ ચલાવતી પ્રથમ મહિલા ડ્રાઈવર

    મહત્વનું છે કે, રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન હટાવાયા બાદ સીમાએ વિશેષ સ્થાનિક બસો ચલાવી હતી. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ક્રિસ્મસ દરમિયાન પૂજા દેવી જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ મહિલા બસ ચાલાક બની હતી. તેઓ ત્રણ બાળકોની માતા છે. તેમણે પોતાની નોકરી શરુ કરતા તેઓ સોશ્યલ મીડિયા પર છવાઈ ગયા હતા. તેમની પ્રથમ ડ્રાઈવ પોતાના ગામ સાંધર-બસોહલીથી જમ્મુ સુધી હતી.

    MORE
    GALLERIES