પોતાના સાફ પાણી માટે દુનિયાભરમાં જાણીતા મોરિશિયસ(Mauritius)નો બીચ અને સમુદ્રનું પાણી હવે કાળુ થઇ ગયું છે. Pristine Beaches નું પાણી કાળું થઇ ગયું છે અને હજારો લોકો તેની સફાઇમાં જોડાયા છે. મૉરિશ્યસના સુંદર સમુદ્ર કિનારાની આ સ્થિતિ જાપાનના એક તેલ ટેન્કર જહાર (Japanese carrier spills 1000 tonnes of crude oil) કારણે થઇ છે. જે 25 જુલાઇથી મોરીશય દક્ષિણપૂર્વ તટ પર ફસાયું હતુ. જેમાંથી કાચા તેલનો રસાવ થઇ રહ્યો છે. એક અનુમાન મુજબ આ ટેન્કરમાંથી હજી સુધી 1000 ટન તેલ વહી ગયું છે. અને આ કારણે સમુદ્ર કાળો થઇ ગયો છે. અને આ માટે જ મૉરિશ્યસની સરકારે પર્યાવરણીય આપાતકાલ જાહેર કર્યો છે. (2020 Maxar Technologies via AP)
સાથે જ અહીંના વડાપ્રધાન જગન્નાથે આંતરાષ્ટ્રીય સમુદાયની પણ મદદ માંગી છે. પર્યાવરણ સંરક્ષણ માટે કામ કરતા ગ્રીનપીસનું કહેવું છે કે આ મૉરિશયમાં અત્યાર સુધીની સૌથી ભયાનક પર્યાવરણીય સંકટ છે. શુક્રવારે જાહેર કરવામાં આવેલી સેટેલાઇટ તસવીરોમાં એક સમયે લીલા રંગના પાણી માટે જાણતા મોરિશિયસનું પાણી જ્યાં જુઓ ત્યાં કાળું નજરે પડી રહ્યું છે. (Georges de La Tremoille/MU Press via AP)