મુન્નારઃ કેરળ (Kerala)ના મુન્નાર (Munnar)માં સતત પડી રહેલા વરસાદને કારણે એક મોટું ભૂસ્ખલન (Landslide) થયું છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 10 લોકોનાં મોત થયા છે. ચાના બગીચામાં કામ કરનારા અનેક મજૂરો ફસાઈ ગયા છે. સ્થાનિક અધિકારીઓ મુજબ, આ દુર્ઘટના ઇડુક્કી જિલ્લાની છે. આ વિસ્તાર સાથે ભારે વરસાદના કારણે સંપર્ક તૂટી ગયો છે. અત્યાર સુધીની મળેલી જાણકારી મુજબ, 10થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 80 લોકો અહીં રહે છે. (Image: News18)
ભારતીય વાયુ સેનાની પણ મદદ મંગાઈઃ સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ, રાહત અને બચાવ માટે NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. લગભગ 20 ઘરોને નુકસાન પહોંચ્યું છે. મુખ્યમંત્રી પિનારાઈ વિજયને કહ્યું કે તેઓએ બચાવ કાર્ય માટે રાજમાલામાં હેલિકોપ્ટર સેવાઓ આપવા માટે ભારતીય વાયુસેનાનો સંપર્ક કર્યો છે. (Image: News18)
ખરાબ હવામાનના કારણે રાહત પહોંચાડવામાં તકલીફઃ કેરળના મહેસૂલ મંત્રી ઈ. ચંદ્રશેખરે કહ્યું છે કે 3 લેબર કેમ્પમાં લગભગ 82 લોકો રહેતા હતા. તેઓએ કહ્યું કે હાલ આ વિશે કંઈ પણ કહી ન શકાય કે ભૂસ્ખલનના સમયે મજૂરો ત્યાં હતા કે નહોતા. ચંદ્રશેખરનના જણાવ્યા મુજબ, ખરાબ હવામાનના કારણે ઘટનાસ્થળે પહોંચવામાં ઘણી તકલીફ પડી રહી છે. (Image: ANI)
ભારત હવામાન વિભાગ (IMD)એ પોતાના બુલેટિનમાં કહ્યું કે, 7 ઓગસ્ટે વરસાદને ધ્યાને લઈ મલપ્પુરમ જિલ્લા માટે રેડ અલર્ટ જાહેર કરવામાં આવે છે. એર્નાકુલમ, ઇડુક્કી, ત્રિશૂર, પલક્કડ, મલપ્પુરમ, કોઝીકોડ, વાયનાડ, કન્નૂર અને કાસરગોડ સહિત 9 જિલ્લામાં 9 ઓગસ્ટ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. (Image: ANI)