બાંગ્લાદેશની રાજધાની ઢાકાના (Dhaka Fire)બહારી ક્ષેત્રમાં એક ફેક્ટરીમાં આગ લાગવાથી 52 લોકોના મોત થયા છે અને 50થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે. ફાયરબ્રિગેડના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે નારાયણગંજના રુપગંજમાં શેજાન જૂસ ફેક્ટરીમાં ગુરુવારે સાંજે આગ લાગી હતી. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આગ ઇમારતના ભોયતળેયીથી લાગી હતી. રસાયણ અને પ્લાસ્ટિકની બોટલોના કારણે આગ ઝડપથી ફેલાઇ હતી. (ફોટો - AFP)